________________
૧૦૬ ]
દેવદર્શન છે કે દાન, શીલ અને તપમાં શ્રીજિનપૂજાની સાપેક્ષતા જોઈએ અને શ્રીજિનપૂજામાં દાન, શીલ અને તપની સાપેક્ષતા જોઈએ. જેઓ દાન, શીલ અને તપનું સેવન કરવા છતાં અધિક દાતાર, અધિક શીલવાનું અને અધિક તપસ્વી એવા શ્રીજિનેશ્વરદેવની પૂજા પ્રત્યે આદરવાળા નથી તથા જેઓ શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવા છતાં અધિક દાતાર અધિક શીલવાન અને અધિક તપસ્વી બનવા પ્રત્યે આદરવાળા નથી–તેઓ બને આરાધક નથી. જેમ શ્રીજિનેશ્વરદેવ મહાદાની, મહા શીલવાન અને મહા તપસ્વી છે માટે તેમની નિરંતર પૂજા કરવી જોઈએ. તેમ શ્રીજિનેશ્વરદેવની પૂજા કરનારે દિન પ્રતિદિન અધિક દાની, શીલવાન અને તપસ્વી બનવા પ્રયાસ કરે જોઈએ. એ રીતે કરનાર બને આરાધક બને છે.