________________
દુ:ખ કયાંથી આવે છે?
(૮)
દુનિયાને રાજી કરવા અપરાધી અની દુ:ખી ન થાઓ.
toon
જડાસક્ત જગતને ખુશી કરવા, આનંદ પ્રાપ્ત કરાવવા જડભક્ત માનવસમાજ જડમાં સુંદરતા આણવા નિરંતર પ્રયત્ન કરી રહ્યો છે. અનંતી પુન્યની રાશિ ખરચીને મેળવેલું માનવજીવન અને અત્યંત કટે મેળવેલું ધન જડની સેવામાં વેડફી રહ્યો છે.
માનવી આનંદ મેળવવા જડને સુંદર બનાવે છે; પણ તે સુંદરતાની પરીક્ષા જગત કરે છે. જો જગત માનવીની અનાવેલી સુંદરતાને પસંદ કરે તે જ તે સુંદરતા સાચી ઠરે છે. અને ત્યારે જ તે માનવીને આનંદ આપનારી થાય છે; પણ જે સુંદરતા જગતને આનદ આપી શકતી નથી તે સુંદરતા બનાવવા જેણે ધન-જીવન ખરચીને પરિશ્રમ વેક્ચો હાય તે નિષ્ફળ થાય છે, અને તેને આનંદ