________________
: ૧૫૬ :
જ્ઞાન પ્રદીપ.
આદિને ધારણ કરવાવાળાઓને જોઈને આનંદ માને છે અને પિતાનું સર્વસ્વ અર્પણ કરીને સેવા કરે છે. ચતુરાઈ આદિ મેળવવાની ઈચ્છાથી ચાહતા નથી, પણ તેમની પ્રકૃતિએને આવી વસ્તુઓ ગમતી હેવાથી કુદરતી રીતે તેમના પ્રેમી હોય છે.
ચેથી કેટીના જ રૂપ, વય, ધન, સુંદરતા આદિના ઉપગની ઈચ્છાવાળા હોવાથી રૂપ આદિ વસ્તુઓ જેની પાસે હોય છે તેમની પ્રીતિ મેળવવા સતત પ્રયાસવાળા રહે છે. તેમનું મન પ્રસન્ન રાખવા તેમને મનગમતી ચેષ્ટાઓ કરે છે. તેમનાં કડવાં અને કઠેર વચને મીઠાં અને કેમળ માની આનંદ અનુભવે છે. પ્રતિકૂળ વર્તનને પણ અનુકૂળ બનાવીને તેમના પ્રેમને ઝાંખો પડવા દેતા નથી, કારણ રૂપ આદિ ભેગની તીવ્ર અચિવાળા હોવાથી બીજી રુચિવાળા કરતાં વધારે પ્રેમ રાખવાવાળા હોય છે, પરંતુ આવા જી સ્વાથી હોવાથી રૂપ તથા ધનની ઓછાશ થવાથી કે સર્વનાશ થવાથી તેમને પ્રેમ તથા ચાહના નષ્ટ થઈ જાય છે. દેખાવમાં સૌ કરતાં વધારે ચઢિયાતે પ્રેમ હાય પરંતુ પરિણામે પતંગના રંગની જેમ ઊડી જાય છે.
આવી રીતે જુદી દિશામાં પ્રયાણ કરી રહેલું જગત એક જણની દિશામાં દેરવાતું નથી. અને રુચિ સહિત કેઈ એક દિશામાં પ્રયાણ કરનાર ભિન્ન દિશામાં પ્રયાણ કરનારને તેની રુચિ કાયમ રાખીને પિતાની દિશામાં દેરવા ઈચ્છતો નથી. પિતાની દિશામાં દોરનાર પ્રથમ સમાન રૂપી બનાવવા પ્રયાસ કરે છે અને ત્યાર પછી જ તેને ચાહે છે, માટે આવા ભિન્નરુચિ જગતમાં કઈ પ્રેમ જોડે અથવા તેડે, કેઈ ચાહે અથવા ન ચાહે તે તેના માટે કેઈને પણ હર્ષશેક કરવા જેવું નથી.