________________
ઝ
પ્રાસંગિક.
માનવી માને છે કે મેં ઘણું વાંચ્યું છે અને ઘણું સાંભળ્યું છે માટે હું સારી રીતે જાણું છું–સમજું છું, પણ તે એક ભ્રમણું છે. જ્યાં સુધી અનુભવજ્ઞાન ન થાય ત્યાં સુધી સાચું ન જણાયન સમજાય. અક્ષરજ્ઞાન, વસ્તૃજ્ઞાન અને અનુભવજ્ઞાન એમ જ્ઞાન ત્રણ પ્રકારના છે. પુસ્તકમાં કોઈપણ ભાષામાં લખેલા સંકેત માત્ર જાણવા તે અક્ષરજ્ઞાન અને સંકેતવાળી વસ્તુ જાણવી તે વસ્તુઝાન અને વસ્તુનું સાચું સ્વરૂપ જાણવું તે અનુભવજ્ઞાન. જેમકે ઘડો માત્ર એટલું જાણવું તે અક્ષરજ્ઞાન અને પાણી ભરવાની માંહેથી પિલી ગોળ આકૃતિવાળી વસ્તુ જાણવી તે વસ્તજ્ઞાન અને તેની ક્ષણવિનશ્વરતા જાણવી તે અનુભવજ્ઞાન. આવી રીતે વસ્તુના સાચા સ્વરૂપને જાણવું તે અનુભવજ્ઞાન કહેવાય છે.
ઘણુંખરા માનવીઓ અક્ષરજ્ઞાનવાળા હોય છે, વસ્તુશાનવાળા તેનાથી પણ ઘણું જ થોડા હોય છે પણ અનુભવજ્ઞાનવાળા તે કઈ જવલ્લેજ હોય છે. પુસ્તકો વાંચ્યા પછી કે તેમાંનું લખેલું સાંભળ્યા પછી સંસારમાં રહેલા પદાર્થોમાં દષ્ટિ આપવાથી જ વસ્તુજ્ઞાન થાય છે; પણ વસ્તુના યથાર્થ બોધરૂપ અનુભવજ્ઞાન મેળવવાને માટે તે મેહનીય કર્મને ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમની અત્યંત