________________
જ્ઞાનેદ્ધારના માંગલિક કાર્યો વિશેષ વિશેષ કરવા ભાગ્યશાળી થાય તે આ સભા અંત:કરણથી ઈચ્છે છે.
આ ગ્રંથના બીજા વિભાગમાં બેધસુધા નામનો એક લઘુ ગ્રંથ આચાર્ય શ્રી વિજયસૂરસૂરિજી મહારાજે લખેલો-છપાયેલો છે, તેમાંથી પણ ઉપયોગી ભાગ છેવટે. દાખલ કરવામાં આવ્યો છે, તે પણ શ્રવણ, મનન કરવા જેવો છે. - પૂજ્ય આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજને તે આ સભા જેટલો આભાર માને તેટલો ઓછો છે; કારણ કે સભાની વિનંતિથી તેઓ સાહેબ જ્યારથી લેખો, શ્રી આત્માનંદ પ્રકાશમાં મોકલે છે ત્યારથી તે લેખો વડે આત્માનંદ પ્રકાશની કેટલેક અંશે સારા લેખો માટે પ્રશંસા પણ વધી છે અને તે દ્વારા પણ જનસમાજ ઉપર ઉપકાર કરી મુનિપણાનું કર્તવ્ય બજાવે છે-તે સાથે આ સભા કે જે તેઓ સાહેબના દાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજના નામની છે તે દ્વારા ગુરુભક્તિ પણ કરી રહ્યા છે.
આ ગ્રંથમાં દષ્ટિદેવ કે છાપકામમાં-બેસો કે બીજી રીતે ખલના રહી હોય તે ક્ષમા કરી સાજને સુધારી વાંચશે એવી નમ્ર વિનંતિ છે.
આત્માનંદ ભવન, )
ભાવનગર. ઈ.
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ