________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૪૧
આ કુકડે જાતવાન છતાં કેમ હાર્યો? મને આ બાબત વિસ્મય થાય છે. જે ગુસ્સે ન થાઓ તે બુદ્ધિને કુકડે મારે જે છે. સાગરદરે કહ્યું કે ભલે જુઓ. મને આમાં કઈ પ્રકારને દ્રવ્ય લેભ નથી કિંતુ અભિમાન સિદ્ધિ માત્ર પ્રયોજન છે. તે પછી બુદ્ધિલને કુકડે વરધનુએ તપાસ્યું. તે તેના પગમાં બાંધેલ સોયને જો દીઠે. બુદ્ધિલે ધીરેથી વરધનુને કહ્યું કે મારું પિકળ ઉઘાડું ન કરશે. હું તમને અધ લક્ષ આપીશ. વરધનુએ કહ્યું જે કુકડો એમાં કાંઈ નથી. આમ બેલતાં બુદ્ધિલ ન જાણે તેવી રીતે તે કુકડાના પગમાંથી સોયે ખેંચી લીધી અને એ હકીકત સાગરદત્તને કહી. સાગરદને ફરીથી પિતાના કુકડાને પ્રેરણું કરી બુદ્ધિલના કુકડા સાથે લડાવ્યું. તેમાં સાગરદત્તને કુકડે જીતી ગયે. એટલે સાગરદત્ત લક્ષ રૂપિઆ બુદ્ધિલ પાસેથી લીધા. બ્રહ્મદત્ત અને વરધનુને પિતાના ઘેર બન્નેને રથમાં બેસાડી લઈ ગયે.. બંને જણા ત્યાં સુખરૂપ રહેવા લાગ્યા. કેટલાક દિવસ પછી ત્યાં એક દાસ આવ્યો. તેણે વરધનને એકાંતમાં બેલાવી કહ્યું કે બુદ્ધિલે તમને અર્ધ લક્ષ આપવા કહેલ તેને હાર મેકલ્યો છે. એમ કહી હારને કરંડીઓ મુકીને ગયે. વરધનુએ બ્રહ્મદત્તને બધી હકીક્ત કહી - કરંડીઆમાંથી હાર કાઢીને બતાવ્યું. બ્રહ્મદરે હારના છેડે બાંધેલા લેખ જોઈ વરધનુને કહ્યું કે આ લેખ શાને છે? વરધનુએ થોડે દૂર જઈલેખ ઉઘાડી વાંચ્યો. તેમાં લખેલ કે રનવતી તમને ચાહે છે. બીજે દિવસે એક પરિવ્રાજક ત્યાં આવી બ્રહ્મદત્તકુમારના મસ્તક પર પુષ્પ તથા અક્ષત નાખી તમે