________________
૪૮
શ્રી ઉત્તરાધ્યયન સ્ત્રાર્થ ધરે હરણ કરી અહિં લાવી મુકી છે. હું સ્વજન વિયોગના દુઃખથી બળું છું. આપ આવ્યા એટલે મને જીવવાની આશા થઈ છે. કુમારે કહ્યું કે તે દુષ્ટ કયાં છે ? તેણીએ કહ્યું કે તે મને સાંકરી વિદ્યા આપી વાંસની ઝાડીમાં ઉધે માથે ધુમ્રપાન કરે છે. વિદ્યા સાધી તે આવીને તેને પરણશે એમ વિદ્યાએ મને કહ્યું છે. આ સાંભળી બ્રહ્મદરે કહ્યું કે તે વિદ્યાધરનું મસ્તક છેદીને જ હું તારી પાસે આવ્યો છું. તેણુએ કહ્યું કે તમે બહુ સારું કર્યું ! હવે હું નિશ્ચિતપણે આપની સેવા બજાવીશ. બ્રહ્મદતે ગાંધર્વ વિવાહથી લગ્ન કરી તેની સાથે કેટલાક સમય ગાળે. એક વખતે કુમારે ત્યાં દિવ્ય વલય કંકણને નાદ સાંભળી પુછયું કે આ શેને શબ્દ સંભળાય છે. તેણીએ કહ્યું કે તમારા શત્રુની અંડા અને શાખા નામે બહેને પોતાના ભાઈ માટે વિવાહને સામાન લઈને આવે છે. તમે અત્રેથી ખસી જાઓ. તે હું તેઓને અભિપ્રાય જાણી જે તેઓને તમારા પર પ્રીતિ હશે તે હું આ મહેલ પર ચઢી રાતી ધજા ફરકાવીશ નહિ તે ધોળી ધજા ફરકાવીશ. કુમાર બહાર જઈ ઊંચે જોઈ રહ્યો ત્યાં પેળી ધજા દેખાણી. તે જોઈ ત્યાંથી કુમાર નિકળી ગયા અને એક પર્વતની ઝાડીમાં જઈ ચઢયો. ત્યાં કુમારે એક સરોવર દીઠું તેમાં સ્નાન કરી તળાવના પશ્ચિમ કિનારે ઉતર્યો. ત્યાં એક સારી કન્યા જોઈ. કુમાર પણ તેણીની નજરે પડે કે તેણે સ્નેહથી દાસી સાથે બે વ પુષ્પહાર ને તાંબુલ મેકલી કહ્યું જે તળાવના કાંઠે આપે કન્યા જોઈ તેણુએ મોકલાવ્યું છે.