________________
૨૩
શ્રી ઉત્તરાધ્યયન સૂવાથ છે તે નિયાણું કરવાથી અટકી જાય છે. આમ ઘણું સમજાવવા છતાં સંભૂતમુનિ સમજ્યા નહિ અને નિયાણું કર્યું કે હું આવતા ભવે ચકવતિ થાઉં. પછી તેઓ બંને કાળ કરી સૌ ધમ દેવલોકે દેવ થયા. ત્યાંથી ચવી ચિત્રમુનિને જીવ પુરીમતાલ નગરીમાં ધનાઢય શેઠને પુત્ર થયે અને સંભૂતિ મુનિને જીવ કંપીલપુરના રાજા બ્રહ્મની ચુલણી નામે રાણીના કુખે અવતર્યો. ચલણીએ ચૌદ સ્વપ્ન જોયાં. જન્મ થતાં તેનું બ્રહ્મદત્ત નામ પાડયું. આ બ્રહ્મરાજાના ચાર મિત્રો હતા. એક કાશી દેશને અધિપતિ કટક, બીજે ગજપુરને રાજા કણેરદત્ત. ત્રીજે કેશલ દેશને રાજા દીઘ અને ચાળે ચંપાને અધિપતિ પુષ્પચૂળ. આ બધા મિત્રે અત્યંત સ્નેહને લીધે એકેક વર્ષ વારાફરતી એકની રાજધાનીમાં રહી સમય વિતાવતા હતા. એક સમયે એ ચારેને વારે બ્રહ્મ રાજાને ત્યાં રહેવાને આવ્યું. તે વખતે બ્રહ્મરાજાને માથાને અસાધ્ય વ્યાધિ થયે ત્યારે બ્રહ્મરાજાએ બ્રહ્મદત્ત બાળકને કટક વગેરે ચારે મિત્ર રાજાઓના ખોળામાં મુકી કહ્યું કે આ મારો પુત્ર સુખે મારા રાજ્યનું પાલન કરે તેમ તમારે કરવું. આમ રાજ્યની ચીંતા ભળાવી બ્રહ્મરાજા મરણ પામ્યા. મિત્રોએ તેમનું પ્રેતકમ પતાવી નક્કી કર્યું કે જ્યાં સુધી બ્રહ્મદત્તકુમાર રાજ્ય સંભાળવા લાયક ન થાય ત્યાં સુધી તેના રાજ્યની રક્ષા કરવા દીર્ઘ રાજાને સ્થાપીને કટક કણેરદત્ત અને પુષ્પગુળ ત્રણે રાજાએ પોતાના સ્થાને ગયા. દીર્ધ રાજા રાજ્ય સંભાળતા ત્યાં રહે છે. કામ પડે અંતઃપુરમાં જાય છે. ચલણી સાથે વાતચીતને પ્રસંગ