________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાશ
તે શુદ્ધ ક્રિયા પાળતા અને છઠ્ઠ અઠ્ઠમાદિ તપ કરતા વિહાર કરી વારાણુશી નગરે આવ્યા. ત્યાં તિંક વનમાં મકિ યક્ષના પ્રાસાદમાં રહી માસખમાદિ તપ કરવા લાગ્યું. તેના ગુણથી પ્રસન્ન થએલે યક્ષ તેની સેવા કરતા હતા. તેવામાં ત્યાં બીજો યક્ષ મહેમાન તરીકે આવ્યા. તેણે મડીક -યક્ષને કહ્યું કે કેમ? તમે મારા વનમાં આવતા નથી. તેણે કહ્યું કે હું. અહી રહેલા મુનિની સેવા કરું છું. તેના ગુણાથી પ્રસન્ન થએલા હુ ખીજે જવા ઇચ્છતા નથી. આ સાંભળી ખીન્ને યક્ષ પણ તેના સેવક થયા. પછી તેણે મંડીક ચક્ષને કહ્યું કે આના જેવા મુનિએ મારાં વનમાં પણ છે. ત્યાં જઈ આજે તેની સેવા કરીએ. અને જણા ત્યાં ગયા. પણ તે મુનિઓને પ્રમાદી જોઈ. પાછા તિવ્રુકવનમાં આવ્યા અને રિકેશી ખળમુનિની સેવા કરવા લાગ્યા. એક વખતે તે -ચક્ષના સ્થાનમાં ભદ્રા નામે કૌશલીક રાજાની પુત્રી પૂજા સામગ્રી લઈ દાસીએ સાથે આવી. યક્ષની પૂજા કરી પ્રદક્ષિણા દેવા લાગી ત્યારે ત્યાં રહેલા મુનિને મેલા વસવાળા અને તપથી કૃશ થએલા કુરૂપી જોઈ તેના પર થુ'કી. મુનિના ભક્ત યક્ષે તે રાજકુમારીને શિક્ષા કરવા તેના શરીરમાં પ્રવેશ કરી જેમતેમ આલવા લાગ્યા એટલે દાસીઓએ તેને વળગાડ થયું. જાણી રાજગૃહમા પહોંચાડી. રાજાએ માંત્રીકો નૈવૈદ્યોને ખેલાવી અનેક ઉપાયા કર્યાં. પણ તેનામાં કાંઈ ફેર પડયા નહિ. પછી તેના શરીરમાં પેઠેલા યક્ષે કહ્યું કે આ કન્યાએ મારા સ્થાનમાં રહેલા સયમી મુનિની નિંદા કરી છે તેા તે સયમીનું પાણિગ્રહણ કરે તો હું તેના શરીરમાંથી નીકળીશ. નહિતર તેને દેડીશ
દર