________________
૧૩૬
શ્રી ઉત્તરાધ્યયન સુન્નાથ
દ્વિપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજાની અચિરાદેવીની કુખે ભાદરવા વદ સાતમે ચૌદ સ્વપ્ન સુચિત મેઘરથ રાજાને જીવ ઉત્પન્ન થયે. જેઠવદ ૧૩ના દિવસે પૂર્ણ માસે તેમને જન્મ થયો. છપન્ન દિગકુમારી અને ચોસઠ ઈન્દ્રોએ જન્માભિષેક ઉજજો. જન્મથી બાર દિવસ પર્યત પિતાએ જન્મોત્સવ ઉજવી તેમનું ગુણસંપન્ન એવું શાન્તિ નામ પાડ્યું. યુવાવસ્થા પામતાં પિતાએ ઘણી રાજકન્યાઓ પરણાવી. અનુક્રમે વિશ્વસેન રાજાએ પુત્રને રાજ્ય પર સ્થાપી દીક્ષા લીધી. શાન્તિનાથ રાજાને ત્યાં ચૌદ રત્નને નવનિધિ ઉત્પન્ન થતાં ચકને અનુસરે ષટખંડ સાધી ચક વતિ બન્યા. પચીસ હજાર વર્ષ કુમારપણામાં, પચીસ હજાર વર્ષ માંડલીકપણમાં અને પચીસ હજાર વર્ષ ચક્રવર્તિ પણામાં રહી સંયમ અવસર જાણી જેઠ વદ ૧૪ના દિવસે વરસીદાન દઈને દીક્ષા લીધી. પિોષ સુદ-૯ના દિવસે કેવળજ્ઞાન થયું. તીર્થની સ્થાપના કરી. પિતાના પુત્ર ચકાયુધને દીક્ષા આપી ગણધર પદે સ્થાપ્યા. પચીસ હજાર વર્ષ કેવળી પર્યાય પાળી જેઠવદ તેરસે સમેતશિખર પર પ્રભુ નિવગુ પામ્યા. ત્રષષ્ઠિમાં ક્ષેમકર તીર્થકરના પુત્ર વાયુધ ચકી થયાનું લખ્યું છે. અહિં ક્ષેમંકર ગણધરના હાથે દીક્ષા લીધી લખ્યું છે અને ચક્રિ થયાની વાત લખી નથી–તેમના ભોની ગણત્રી નીચે મુજબ જાણવી..
૧ શ્રીણ, ૨ યુગલીક, ૩ સૌધર્મદેવ, ઇ અમિત જ ૫ દશમદેવલેક ૬ અપરાજિત, ૭ અમૃતેન્દ્ર, ૮ વાયુધ, ૯ ઉપરિમ ગ્રેવેયક ૧૦ મેઘરથ ૧૧ સર્વાર્થસિદ્ધ ૧૨