SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ બધા શાંત થઈ કેવળીની ધર્મદેશના સાંભળવા બેઠા. તેટલામાં એક વિદ્યાધર સુતારાને લઈ ત્યાં આવ્યો. અવસર જોઈ અશની શેષ બેલ્યું કે કંઈ દુષ્ટ ભાવથી સુતારાનું અપહરણ કર્યું નથી પણ વિદ્યા સાધીને જતાં મેં તેને જોઈ પૂર્વ ભવના સ્નેહથી વૈતાલીની વિદ્યા વડે શ્રીવિજ્ય રાજાને મેહિત કરી સુતારાને લઈને મારા નગરમાં આવ્યો છું. પણ તેના શીલને ભંગ કર્યો નથી. મારે આ બાબતમાં જે અપરાધ થયેલ હોય તે માફ કરે. આ સાંભળી અમિતતેજ રાજા બોલ્યા કે હે ભગવન! આને સુતારામાં સ્નેહ થવાનું શું કારણ? ત્યારે કેવળી ભગવાને કહ્યું કે મગધ દેશના અચળ ગામમાં ધરણુંજટ નામે બ્રાહ્મણને કપિલા નામે દાસીથી કપલ નામે પુત્ર થયે. તે કાનથી સાંભળી સાંભળીને સર્વ વિદ્યા શિખે અને રત્નપુર નગરે ગયા. ત્યાં કેઈ ઉપાધ્યાયને ત્યાં ઉતર્યો. ઉપાધ્યાયના પુછવાથી તેણે કહ્યું કે હું અચળ, ગામના ધરણીજટ બ્રાહ્મણને કપિલ નામે પુત્ર છું. આપની પાસે વિદ્યાથી તરિકે આ છું. ઉપાધ્યાયે તેને પિતાને ત્યાં રાખી વિદ્યા ભણવી અને પિતાની પુત્રી સત્યભામાં પરણાવી. એક સમયે વર્ષાકાળમાં પિતાનાં કપડાં બગલમાં ઘાલી પિતાના ઘરના બારણે આવી સત્યભામાને બારણું ખોલવા કહ્યું. સત્યભામાએ પતિ વરસાદમાં ભીંજાયા હશે એમ જાણી કેરાં વસ્ત્ર લઈ બારણું ખેલ્યું ને વસ્ત્ર આપ્યાં ત્યારે, કપિલે કહ્યું કે મારા પ્રભાવથી મારાં વો ભીંજાયાં નથી. એટલામાં વિજળી ઝબકતાં તેને નગ્ન જોઈ સત્યભામાએ
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy