________________
૧૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
વૈરી અસિતાક્ષ યશ દેખશે. આ સાંભળી સનત્કુમારે પુછ્યુ કે તે યક્ષ મારા પૂર્વભવના વૈરી કેવી રીતે છે, ત્યારે ચ'ડવેગે મુનિના મુખથી સાંભળેલા સબધ કહી બતાયૈ. કંચનપુર નગરમાં વિક્રમયશા નામે રાજા રાજય કરતા હતા. એ નગરીમાં નાગદત્ત નામે શેઠને વિષ્ણુશ્રી નામે રૂપ લાવણ્ય ચુક્ત સ્ત્રી હતી. એક વખત વિક્રમયશા રાજાએ તેને જોઈ કામવશ બની અંતઃપુરમાં બેસાડી દીધી. નાગદત્ત વિશ્વળ અની તેને શેાધતા અને વિલાપ કરતા ફરતા હતા. વિક્રમયશા વિષ્ણુશ્રીમાં લપટ ખની પાંચસે રાણીઓની સાસુ પણ જોતા ન હતા. તેથી તે રાણીએએ કામણુ હુમગુ કરી વિષ્ણુશ્રીને માંરી નાખી. રાજા તેના મરણથી શાકયુક્ત બની તેનુ શમ ખેાળામાં લઈને બેઠો અને અગ્નિદાહ કરવા દેતા ન હતા. મંત્રીઓએ રાજાની નજર ચુકવી તે શખ જંગલમાં નાખી દીધું. રાજા તેના વિરહે અન્નપાન ત્યજી દુઃખી થયા. મંત્રીએએ વિચાયું કે રાજા જો તે કલેવર નહિ દેખશે તે મરણ પામશે એમ વિચારી રાજાને જંગલમાં લઈ જઈ તે કલેવર દેખાડયું. તેમાં કીડા ખદબદતા અને દુર્ગંધ મારતું ચુંથાએલું જોઈ રાજાને વૈરાગ્ય થતાં આત્મનિંદા કરવા લાગ્યા અને રાજ્યઋદ્ધિના ' ત્યાગ ` કરી સુત્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. તપથી આત્માને ભાવિત કરી પ્રાંતે સ`લેના પૂર્ણાંક કાળ કરી ત્રીજા દેવલાકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી રત્નપુરમાં જનધર્મ નામે શ્રેષ્ટિપુત્ર થયા. તે શ્રાવકના ખાર વ્રત પાળતે જિનેન્દ્રપૂજામાં કાળ વિતાવતા હતા.