________________
જ પૂર્ણ કેવળજ્ઞાન લોકલાકને અજવાળતું, જેના મહા સામર્થ્ય કેરો પાર કો” નવ પામતું; એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંત પંચાંગ ભાવે હું નમું. ૨૯ જે રજત સોના ને અનુપમ રનના ત્રણ ગઢમહીં, સુવર્ણના નવ પદ્મમાં પદમલને સ્થાપન કરી, ચાર દિશા મુખ ચાર ચાર સિંહાસને જે શોભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૦
જ્યાં છત્ર પંદર ઉજજવલાં શોભી રહ્યા શિર ઉપરે, ને દેવ દેવી ચામર વીંઝતા કરઠય વડે દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ અશોકથીય પૂજાય છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૧ મહા સૂર્ય સમ તેજસ્વી શોભે ધર્મચક્ર સમીપમાં, ભામંડળે પ્રભુપીઠથી આભા પ્રસારી દિગંતમાં ચોમેર જાનુ પ્રમાણ પુપે અર્થ જિનને અપતાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૨
જ્યાં દેવદુંદુભિ શેષ ગજવે ઘોષણા ત્રણ લોકમાં, ત્રિભુવન તણા સ્વામી તણી સૌએ સુણે શુભ દેશના; પ્રતિબોધ કરતા દેવ માનવ ને વળી તિયચને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૩
જ્યાં ભવ્ય જીવોના અવિકસિત ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંત વાણું દિવ્ય સ્પશે મોહનિદ્રા ટાળતા; ને દેવ દાનવ ભવ્ય માનવ ઝંખતાં જેનું શરણું, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૪