SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ જ તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે, માટે વ્યવહાર, એ નિશ્ચયને માટે પરમ ઉપકારી છે. જૈનશાસનરૂપી રથને નિશ્ચય નય અને વ્યવહાર નય એમ બે ચક્રે છે. જેઓ એ બે ચક્રમાંથી એક પણ ચક્રને ઈન્કાર કરનારા અગર એકમાં જ રાચનારા પણ ઉભયને યથાસ્થિત સ્વીકાર અને અમલ નહિ કરનારાઓ રથને ભાંગી નાંખવાનું કામ કરનારા છે. બે પાંખ વિના જેમ પક્ષી ઉડી શકતું નથી અને બે હાથ વિના જેમ તાલી પાડી શકાતી નથી અને બે નેત્રો વિના જેમ વસ્તુનું અવલોકન બરાબર થતું નથી, તેમ છે નય વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. કેટલાક જીવો વ્યવહારનય વિના કેવળ નિશ્ચયનયથી નાશ પામ્યા છે. જ્યારે કેટલાક જી નિશ્ચયનય વિના એકલા વ્યવહાર નથી પણ સર્વ કર્મથી રહિત બની શકયા નથી, એમ તીર્થંકરદેવોએ કહ્યું છે. વ્યવહાર અને નિશ્ચય અને સાથે મળીને જ કાર્ય સાધક બને છે, એ તાત્પર્ય છે. કેવળજ્ઞાની ભગવંતે પણ સર્વ સંવરરૂપ ક્રિયાને પામ્યા વગર પરમપદ સ્વરૂપ મોક્ષને પામી શકતા નથી, તે પછી બીજાની તે શી વાત ? મતલબ કે સમ્યગ જ્ઞાન અને સમ્યક ક્રિયા એમ ઉભયથી મોક્ષ છે, પણ બેઉમાંથી એકના અભાવમાં મોક્ષ નથી. જેની દષ્ટિ કરૂણાની વૃષ્ટિ જેવી છે, અને જેની વાણી
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy