SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ એ આત્મહિતકર સંવર શ્રી જિનેશ્વરદેએ ઉપદેશ્ય છે, એમ વારંવાર ચિંતવવું. નવમી નિર્જરા ભાવના, નિજ એટલે સંસારનાં બીજભૂત કર્મને નાશ થ તે. નિર્જરા બે પ્રકારની છે. એક સકામપણે (ઈચ્છાપૂર્વક) અને બીજી અકામપણે (અનિચ્છાથી). નરકાદિને વિષે અનિચ્છાપૂર્વકનો જે કર્મફલને ભેગવટે થાય છે એ અકામનિર્જરા કહેવાય છે અને તપ પરિષહજય, આદિ વડે કરાયેલ કર્મનું વેદન તે સકામનિર્જરા છે. તે કામ નિર્જરા જ ગુણકર છે. કહ્યું છે કે- “આશ્રયદ્વારને નિરોધ કરી સંવૃત્ત બનેલા આત્માને નવો કર્મબંધ થતો નથી. અને પૂર્વ ગ્રહણ કરેલા કર્મો તપશ્ચર્યાદિથી પ્રતિક્ષણ ક્ષીણ થાય છે.” જેમ અજીર્ણનાં રંગવાલાને આહાર બ ધ કર્યા બાદ જેમ પ્રતિક્ષણ અજીણને ક્ષય થાય છે તેમ જ્ઞાનાવરણાદિ કર્મો પણ ૧૨ પ્રકારનાં તપથી નિરસ થાય છે અને નિરસ થયેલા તે કર્મો આત્મપ્રદેશથી ખરી પડે છે. | દશમી લોકસ્વરૂપ ભાવના, પંચાસ્તિકાયમય, વિવિધ પરિણામયુક્ત ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય સ્વરૂપ ચિત્ર સ્વભાવવાળો લેક ચિંતવવાથી તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે- જીવ, અજીવ આદિને આધાર જે ક્ષેત્ર છે તે લેક છે. તેને અધેભાગ,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy