SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ સમગ્ર જગતનું કલ્યાણ કરનારી અને સર્વસત્વહિતકારિણી -એવી ઉત્કૃષ્ટ ભાવના સહિત પૂર્વભવમાં મિક્ષમાર્ગની એવી સુંદર આરાધના કરે છે, કે જેથી ચરમ ભવમાં તેઓ ત્રણ ત્રણ જ્ઞાન સહિત જન્મે છે. અનુકમે સકલ ભેગસામગ્રીને ત્યાગ કરી, વરસીદાન વડે દીન-દુઃખી જનને ઉદ્ધાર કરી અને સહુ સ્વજનવ પ્રમુખને સંતેષી તેઓ યોગ્ય અવસરે સંયમ સ્વીકારે છે. તે પછી તેઓ અપ્રમત્તભાવે સંયમનું પાલન કરે છે, ઘાતી કર્મો ખપાવે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેઓ સાક્ષાત્ મોક્ષમાર્ગને જ્ઞાનચક્ષુથી જઈને, તેને અતિશયવાળી વાણી વડે યથાર્થ રૂપમાં જગતના જી સમક્ષ પ્રગટ કરે છે. તેઓના બતાવેલ માગે પ્રયાણ કરીને અનેક આત્માઓ પોતાનું શુદ્ધ પદ પ્રાપ્ત કરે છે અને અજરામર બને છે. વળી ભવિષ્યમાં પણ મોક્ષમાર્ગને પ્રવાહ અવિચ્છિન્ન ચાલુ રહે, તે માટે શ્રી અરિહંત પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે. એ તીર્થના આલંબનથી અનેક ભવ્યાત્માઓ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. શ્રી અરિહંતદેવામાં એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ પણ છે કે-જેમ તેઓ મોક્ષમાર્ગના દશક છે, તેમ તેઓ સ્વયં મોક્ષમાર્ગરૂપ પણ છે. તેઓએ દર્શાવેલા માર્ગે ચાલવાથી જેમ મોક્ષ પ્રાપ્ત થાય છે, તેમ તેઓ સ્વયં માગરૂપ હોવાથી તેમનું નામસ્મરણ, દર્શન અને ધ્યાન કરવા દ્વારા કર્મને ક્ષય થાય છે, આત્મગુણ પ્રગટે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં ત્રણેય કાલમાં મોક્ષને માર્ગ ચાલુ રહે છે,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy