SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ ઉત્તમ ઉપમાએ આપીને વખાણી છે. પ્રકૃતિના અધિકાર નિવૃત્ત થયા વિના એવી સ્થિતિ આવતી નથી. એમ કપિલ મતવાલા કહે છે. ભવવિપાક પ્રાપ્ત થયા વિના એ દશા આવતી નથી, એમ સુગત-મુદ્દે મતવાળા કહે છે. ક્રમ સ્થિતિ લઘુ થયા વિના અથવા ભવસ્થિતિને પરિપાક થયા વિના એ દશા પ્રાપ્ત થતી નથી, એમ શ્રી જિનમતના જ્ઞાતાઓ કહે છે. એવા પુનબન્ધક આત્માએ જ તત્ત્વથી ધર્મના અધિકારી છે અને તેના પ્રત્યે કરેલા ઉપદેશ જ પ્રાયઃ સલ થાય છે, એમ શાકારા ક્રમાવે છે. શકા—જેઓએ અપુનમન્ધક અવસ્થા પ્રાપ્ત ન કરી હોય, તેએાએ ધમ ન કરવા જોઇએ ? સમાધાન—તેઓએ ધમ ન કરવા જોઈએ એમ ન કહે. વાય. પરંતુ સાથે સાથે અપુનમન્ધક અવસ્થાને ઉચિત જે આચરણ ઉપર જણાવી ગયા, તેને જીવનમાં ઉતારવા તત્પર મનવું જોઇએ. શકા—જેઆ અપુનબન્ધક દશામાં જણાવેલા ગુણ્ણા લાવવા પ્રયાસ ન કરે, તેએનું ધર્માચરણ નિષ્ફળ ગયું ગણાય કે નહિ ? સમાધાન—શાસ્ત્રોમાં બે પ્રકારનાં ધર્માચરણ ગણાવ્યાં છે. એક શીઘ્ર ફળવાવાળાં અને બીજા લાંખા કાળે ફળવાવાળાં. અપુન ધક આત્માનું ધર્માચરણ શીઘ્ર ફળદાયી થાય છે અને એ સિવાયના આત્માનું ધર્માચરણ ઘણા લાંબા કાળે ફળદાયી થાય છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy