SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૪ પરિપૂર્ણ વર્તન કરી શકે. અથવા શાક્તવિધિ મુજબ સંપૂર્ણ વર્તન કરી શકે તેઓ જ દેવદર્શનાદિ કરવાના અધિકારી છે. શાસ્ત્રકારોએ તે માત્ર એ વાત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે જેઓ વિધિપૂર્વક અનુષ્ઠાન નથી કરી શકતા, તેઓએ પણ પ્રયત્ન તે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાને કરે જોઈએ કિન્તુ પોતાના અવિધિવાળા અનુષ્ઠાનને જ વિધિયુક્ત અનુષ્ઠાન માનવા કે મનાવવાનો આગ્રહ સેવ જોઈએ નહિ. શકા–તમે કહે છે તેવી રીતે વર્તનારા આજે કેટલા છે? સમાધાન-કેટલા છે અને કેટલા નથી. એની ચર્ચા કરવા કરતાં “આપણે કેવા થવું જોઈએ?” એની ચર્ચા, એ જ અત્યંત લાભદાયક છે. જેઓના હૈયામાં વિધિને રાગ અને અવિધિને પશ્ચાત્તાપ બેઠે છે. તેઓની અવિધિવાળી ક્રિયા પણ શાએ નિન્દી નથી, કિન્તુ પ્રશંસી છે. અવિધિએ કરવા કરતાં ન કરવું, એ સૂત્ર વિરુદ્ધ વચન છે. જ્યારે વિધિથી કરવા માટે અવિધિ થઈ જાય, તે પણ અનુષ્ઠાનને ન છોડવું, એ સૂવાનુ સારી કથન છે. શકા–અવિધિવાળાં અનુષ્ઠાન નભાવી લેવાની વૃત્તિથી જ | દિનપ્રતિદિન વિધિમાગને લેપ થતું જાય છે, એમ નથી લાગતું? સમાધાન–એ એકાન્ત શાસ્ત્રકારોને માન્ય નથી. આદિ ધામિકની અશુદ્ધ પ્રવૃત્તિ પણ શુદ્ધ પ્રવૃત્તિને હેતુ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy