SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ સ્વભાવ છે. આ મુકિતમાર્ગના દાતા શ્રી અરિહંત ભગવંતને હે આત્મન્ ! તું ચાર નિક્ષેપે સૌ પ્રથમ નમન કર, ત્રિકાળ નમન કર, એમના ચરણેના શરણમાં આત્માને સમર્પિત કરી છે. તમામ ધર્મક્રિયા કરતી વખતે એમનું નિરન્તર ધ્યાન કર. નામનિક્ષેપે વંદના. જેમ મંત્રથી ઝેર ઉતરી જાય, રોગ મટી જાય તેમ પ્રભુના નામસ્મરણરૂપ મંત્રથી ભવભવનાં સઘળાં પાપ દેવાઈ જાય છે, મહાહનું વ્યાપેલું ઝેર આત્મામાંથી નાબૂદ થઈ જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદના રાગે બધા જડમૂળથી ઉખડી જાય છે. હું તેમના નામથી તેઓ સર્વેને વંદના કરું છું. અતીત ગ્રેવીસીનાં જિનનામે. પહેલા શ્રી કેવલજ્ઞાની, બીજા શ્રી નિર્વાણી, ત્રીજા શ્રી સાગરનાથ, ચોથા શ્રી મહાયશ, પાંચમા શ્રી વિમલનાથ, છઠ્ઠા શ્રી સર્વાનુભૂતિ, સાતમા શ્રી શ્રીપરપ્રભુ, આઠમા શ્રી દત્તપ્રભુ, નવમાં શ્રી દામોદર, દસમા શ્રી સુતેજસ્વામી, અગિયારમા શ્રી સ્વાતિપ્રભુ, બારમા શ્રી મુનિસુવ્રત, તેરમા શ્રી સુમતિનાથ, ચૌદમા શ્રી શિવગતિ, પંદરમા શ્રી અસ્તાગનાથ, સલમા શ્રી નમીશ્વર, સત્તરમા શ્રી અનિલનાથ, અઢારમા શ્રી યશોધર,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy