SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણ કરીશ તે તારાં બધાં દુઃખ-સંતાપ સર્વથા વિલય પામી જશે. તારા આત્મઘટમાં રહેલ અનંત સુખ પ્રગટ થઈ જશે માટે આવા પુણ્ય અવસરને તું ચૂકીશ નહિ. ચાર નિક્ષેપે જિનેશ્વર. નામજિ જિણનામા, ઠવણજિણું પુણુ જિણિંદ ડિમા; દવજિણું જિણજીવા. ભાવજિણું સમવસરણત્થા (૧) અર્થ:- શ્રી જિનેશ્વરદેવેનું નામ તે નામજિન છે, શ્રી જિનેશ્વરદેવની આકૃતિ-પ્રતિમાઓ તે સ્થાપનાજિન છે, શ્રી જિનેશ્વરદેવના જીવદલ તે દ્રવ્યજિને છે અને સમવસરણમાં બિરાજમાન તીર્થકર નામકર્મ વેદતા અર્થાત ધર્મદેશના આપતા શ્રી જિનેશ્વરદેવો તે ભાવજિન છે.* તે જિનેશ્વર દેએ સમ્યગદર્શન–જ્ઞાન ચારિત્રને મિક્ષ માર્ગ કહ્યો છે અને એ રત્નત્રયી એ જ મારા આત્માના * નમાકૃતિદ્રવ્યમા, પુનત્તરિત્રગાન્નનમ્ | क्षेत्रे काले च सर्वस्मिन्नहतः समुपास्महे ॥ અર્થ-નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપ-સ્વરૂપે સર્વ કાળે ત્રણ જગતના જીવોને પાવન કરતા શ્રી અરિહંત ભાવતની અમે ઉપાસના કરીએ છીએ. –સલાહંત સ્તોત્ર શ્લોક બીજ.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy