SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ अद्य मे सफलं गात्रं, नेत्रे च विमलीकृते । . स्नातोऽहं धर्मकृत्येषु, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १५ ॥ હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું ગાત્ર-શરીર સફલ થયું, નેત્રો મલરહિત કરાયા અને ધર્મમાં મેં સ્નાન કર્યું–લયલીન બને. (૧૫) अद्याऽहं सुकृतीभूतो. विधूताशेषकिल्विषः । भुवनत्रयपूज्योऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १६॥ હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી હું પુણ્યવાન બ, મારા સઘળાં પાપ નાશ પામ્યાં અને ત્રણે ભુવનમાં હું પૂજ્ય બન્યું. (૧૬) अद्य मिथ्यान्धकारस्य, हन्ता ज्ञानदिवाकरः । उदितो मच्छरीरस्य, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १७ ।। હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મિથ્યાત્વરૂપી અંધકારને નાશક એવો જ્ઞાનરૂપી સૂર્ય મારા શરીરમાં ઉદય પામ્યા છે. (૧૭) अद्य मे कर्मणां जालं, विधूतं सकषायकम् । दुर्गत्या विनिवृत्तोऽई जिनेन्द्र ! तव दर्शनात् ॥१८॥ હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી કષાય સહિત મારી કર્મની જાલ નાશ પામી છે અને હું દુર્ગતિથી નિવૃત્ત થયે છું–મારી દુર્ગતિ દૂર થઈ છે. (૧૮)
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy