SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ અને પોતાના આત્માને તૃપ્ત કરે, એટલા માટે પ્રભુ મુક્ત કંઠે ધર્મના ઉદ્યાનને ખીલવતા ગયા છે. આપણે આ ઉદ્યાનમાં વિહરવાને પૂર્વ પુણ્યના બળથી ભાગ્યશાળી થયા છીએ, તે ભવભવનાં દુરિતે દૂર થાય તે માટે આ ભવે સંપૂર્ણ બળથી ત્રિકરણ શુદ્ધ વેગે પ્રયત્ન આપણે કરવા જોઈએ. આ પ્રસંગે આપણે પ્રભુને પ્રાથશું કે “આ૫ જે કે ચૌદ રાજલકના સ્વામી તે છો જ, પરંતુ અમને તમારા ચર માં ભભવ સ્થાન આપજે, અને કોઈ કાળે તમારા શાસનથી દૂર ન પડી જઈએ એવી સદબુદ્ધિ આપજો.” છેવટની કડીમાં સ્વપ્નને સમય તથા કાવ્યકર્તાને પરિ– ચય આપણને થાય છે. તે કડી આ પ્રમાણે છે – મધ્ય રણુએ માતાજી દેખે, સુપન ચૌદ વિશાળજી, ગુરુ પસાથે ડુંગર વિનવે, હે જો મંગળમાળ; સુણે ભવિ પ્રાણીજી રે. (૧૬) જે ચૌદ સ્વપ્નનું અમે ઉપર યથાશક્તિ રહસ્ય બતાવી ગયા, તે સ્વપ્નને સમય મધ્ય રાત્રિને હેય છે, આ ચૌદ સ્વપ્ન ગંભીર આશય અને વિશાળ અર્થનાં સૂચક છે. આટલું કહ્યા પછી પિતાના સદ્ગુરુને ઉપકાર માનતાં અને ગુરુના પ્રતાપનું સ્મરણ કરતાં કવિ શ્રી “ડુંગર” નમ્ર ભાવે વિનવે છે કે આ સ્વપ્નનું શ્રવણ સૌનું કલ્યાણ કરે, સૌને મંગળની પરંપરા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પૂર્વક કવિ શ્રી આ કાવ્યની પૂર્ણાહૂતિ કરે છે. શાંતિઃ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy