SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭પ એટલે કે ઘતિકર્મોને ક્ષય થવાથી અનુક્રમે કેવલ્ય એટલે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં એ કેવલ્યપદના અનેક શુભ નામે વર્ણવ્યાં છે. તેમાંના કેટલાંક નામ નીચે મુજબ છે. મહાનંદપદ, અમૃતસ્થાન, સિદ્ધિગતિ. અપુનર્ભવાવસ્થા, શિવપદ, નિઃશ્રેયસપદ, નિર્વાણપદ, બ્રહ્મપદ, નિવૃત્તિસ્થાન, મહાદયપદ, સર્વદુઃખક્ષય, નિર્વાણપદ, અક્ષયપદ, મુક્તિ, મેક્ષ અને અપવગ ઈત્યાદિ– કેવલ્યપદનાં સાધને. એ પદની અભિલાષાવાળા આત્માઓને મુમુક્ષુ, શ્રમણ, યતિ, વાચંયમ, સાધુ. અનગાર, ઋષિ, મુનિ, નિન્ય, ભિક્ષુ, તપોધન, યેગી. શમભૂત અને ક્ષાન્તિમાન્ ઈત્યાદિ શુભ નામથી સંબોધેલા છે. તપ, રોગ, સમતા અને ક્ષમા એ એમનું ધન હોય છે. કેવલ્યપદનો ઉપાય. કેવલ્ય પદની સાધનાને શાસ્ત્રોમાં “ગ” પદથી સંબે. ધેલી છે. યોગ એ કેવલ્યપદ યાને મોક્ષને ઉપાય છે. એ યોગ જ્ઞાન. શ્રદ્ધા અને ચારિત્રસ્વરૂપ છે. યથાવસ્થિત તરવના અવાધને જ્ઞાન કહેવાય છે. સમ્યફ ત વિષેની રૂચિને શ્રદ્ધા કહેવાય છે. તથા સાવદ્યાગો-પાપવાળા વ્યાપારના ત્યાગને ચારિત્ર કહેવાય છે. એ ત્રણને એકત્ર સમાગમ એ મોક્ષને ઉપાય છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy