________________
ઉપરના કર્મમળને બાળવા માટે આપે નવ પદના મહાતપની પ્રરૂપણ કરી છે. એ એક એક પદના આરાધનથી આત્મા ઉપરનાં કર્મબંધને વધુ ને વધુ શિથિલ થતાં જાય છે. પ્રભુ! આપની પ્રતિમાની નવ અંગની પૂજાથી મને એ નવપદ મહાતપની પ્રાપ્તિ થજે. પ્રભુ ! જડકમથી આવી મળેલ આ કાયાનાં અંગોનું જતન કરવા મોહવશ બની મેં અનેક પાપાચરણે સેવી મારા આત્માને ભારે બનાવ્યો છે, નાથ! આપના અંગેના પૂજનથી મારા અંગો ઉપરને મેહ નાશ પામશે અને મને આત્મભાવને લાભ થશે.
દેવાધિદેવ ! શાંતરસમાં ઝીલતી આપની પ્રતિમા મારા અંતરતાપને શમાવીને મારામાં શાન્તિનો સંચાર કરજે. પ્રભુ કઈ મહામંત્રની જેમ આપના નામસ્મરણરૂપી મંત્ર પાપીઓના પાપનો નાશ કરે છે. નાથ ! કોઈ મહાદાનીની જેમ આપની પ્રતિમાનું દર્શન પ્રાણીઓને પુણ્યસમૃદ્ધિનું દાન કરે છે. દેવ! કઈ પારસમણિની જેમ આપની પ્રતિમાનું પવિત્ર સ્પર્શન-આપની પ્રતિમાનું પૂજન આત્મભાવને જાગૃત કરીને પ્રાણીઓના આત્માને નિર્મળ બનાવે છે પ્રભુ ! આપનું નામસ્મરણ મારા પાપને દૂર કરજે, આપનું દર્શન મારી પુણ્યસમૃદ્ધિને જાગૃત કરજે અને દેવ! આપનું પવિત્ર પૂજન મારા સમસ્ત કર્મોને દૂર કરી મારા આત્માને નિતાર કરજે. નાથ! આ લાભ મેળવવા માટે હું આપનાં નવે અંગનું ભાવપૂર્વક પૂજન કરું છું.
સ્વામી! પંચમકાળમાં આપની દેશનાથી ભરેલ આગમ અને આપનું સમરણ કરાવતી આપની પ્રતિમા સદા અમારૂં શરણુ હશે.