________________
શ્રી કમપ્રકૃતિ-અધ્યયન-૩૩
૩૪૩ नैरयिकतिर्यगायुमनुष्यायुस्तथैव च देवायुश्चतुर्थं तु, आयुः कर्म चतुर्विधम् ॥१२॥
અર્થ—આયુષ્યકર્મ નારક, તિર્ય, મનુષ્ય અને દેવાયુ ભેદથી ચાર પ્રકારનું છે. (૧૨-૧૩૪૩)
नामकम्मं तु दुविहं, मुहं असुहं च आहि। मुहस्स य बहु भेया, एमेव असुहस्सवि ॥१३॥ नामकर्म तु द्विविधं, शुभमशुभं चाख्यातम् । शुभस्य च बहवो भेदा, एवमेवाशुभस्यापि ॥१३॥
અ–નામકર્મ શુભ-અશુભ ભેદથી બે પ્રકારનું છે. શુભ અને અશુભના ઘણું ઘણા ભેદો છે. ત્યાં ઉત્તરની અપેક્ષાએ અનંત ભેદવાળું છતાં મધ્યમ વિવેક્ષાથી શુભના ૩૭ ભેદે છે. (નર–દેવ ગતિ, પંચેન્દ્રિય જાતિ, શરીર પંચક, ત્રણ શરીરનાં અંગોપાંગ, શુભ વર્ણાદિ ચતુષ્ક,પ્રથમ સંહનન, પ્રથમ સંસ્થાન,નર-દેવાનુપૂવર, અગુરુલઘુ, પરાઘાત,ઉચ્છવાસ, આત૫ ઉદ્યોત,શુભ વિહાગતિ, ત્રસબાદર–પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ સુભગ સુસ્વર-આદેય-યશ, નિર્માણ અને તીર્થંકરનામ. આ શુભ વિપાકવાળી હોઈ શુભ છે.) અશુભ નામના પણ મધ્યમ વિવક્ષાથી ૩૪ ભેદે છે. નરક-તિર્યંચ ગતિ, એકેન્દ્રિયાદિ જાતિચતુષ્ક, પહેલું છેડી બાકીનાં પાંચ સંઘયણે, પહેલું છોડી પાંચ સંસ્થાને, અશુભ વર્ણાદિ ચતુષ્ક, નરક-તિયગાનુપૂર્વી, ઉપઘાત, અશુભ વિહાગતિ અને સ્થાવર દશક. આ અશુભ નારકવાદિના હેતુ હોઈ અશુભ કહેવાય છે.) (૧૩-૧૩૪૪)