________________
૧૯૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ એમ કહેનાર, ગુરૂ વગેરેના ઉપદેશને અંતઃકરણથી તહતિ કરી સ્વીકારનાર પ્રાણીને, સમ્યકત્વમેહનીય ક્ષય વગેરેથી જન્ય આત્મપરિણામ રૂપ સમકિત અર્થાત્ જીવાદિ પદાર્થની શ્રદ્ધા રૂપ સમકિત હોય છે, એમ શ્રી જિનેશ્વરેએ કહ્યું છે. (૧૫-૧૦૬૯) રિસગુવાર, ચાર પુત્ત-વીણવા
अभिगमवित्थाररुइ, किरिआसंखेवधम्मरुइ ॥१६॥ निसर्गोपदेशरुचिराज्ञारुचिस्सूत्रबीजरुचिरेव । अभिगमविस्ताररुचिः क्रियासंक्षेपधर्मरुचिः ॥१६॥
અર્થ-નિસર્ગરૂચિસ્વભાવથી તવાભિલાષ રૂપ રૂચિવાળું સમ્યકત્વ, ઉપદેશરુચિ–ગુરૂ વગેરેના કથન રૂપ ઉપદેશજન્ય રુચિવાળું સમ્યક્ત્વ, આજ્ઞારૂચિ=સર્વવચન રૂપ આજ્ઞાથી જન્ય રૂચિવાળું સમ્યક્ત્વ, સૂવરૂચિ-આગમ રૂપ સૂત્રથી જન્ય રુચિવાળું સમ્યક્ત્વ, બીજરૂચિ=એક પણ વચન અનેક અર્થના પ્ર ત્પાદક વચન રૂપ બીજથી જન્ય રૂચિવાળું સમ્યકત્વ, અભિગમરૂચિ=વિજ્ઞાન રૂપ અભિગમથી જન્ય રુચિવાળું સમ્યકત્વ, વિસ્તારરૂચિ=વિસ્તારથી જન્ય રૂચિવાળું સમ્યક્ત્વ, ક્રિયારૂચિ અનુષ્ઠાન રૂપ ક્રિયામાં રૂચિવાળું સમ્યફવ, સંક્ષેપરૂચિ સંગ્રહ રૂપ સંક્ષેપમાં રૂચિવાળું સમ્યક્ત્વ તથા ધર્મરૂચિ કૃતધર્માદિ રૂપ ધર્મમાં રૂચિવાળું સમ્યકત્વ (૧૬-૧૦૭૦)
भूअत्थेणाहिगया, जीवाऽजीवा य पुण्ण पावं च । सहसंमुइआसवसंवरो य, रोएइ उ निसग्गो ॥१७॥