________________
૨૮ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન પરસ્પર વિરેધવાળું વચન શાસકારનું ન હોય
પ્રશ્ન-એક બાજુ અર્થ ને કામ રાખવાનું કહે અને બીજી બાજુ સજાગો મેગાગો–સર્વથા વિરતિ બતાવે, તે વચનને ઢંગધડો કેમ ગણાય?
જેના વચનમાં પરસ્પર વિરોધ આવે તે શાસ્ત્રકાર કહેવાય નહિ, તે સર્વજ્ઞ કયાંથી મનાય?
આવું બતાવે તે શાસ્ત્રકારપણાથી બાતલ થઈ જાય. પ્રતિમાનું પૂજન
જિનેશ્વરની પ્રતિમાની પૂજા અમુક હદે કરવા લાયક છે અને અમુક હદે દોડવા લાયક છે. શ્રાવકધર્મમાં હોય ત્યાં સુધી પૂજા ન કરે તે વિરાધક. સાધુધર્મમાં આવેલે પૂજા કરે તે વિરાધક. આ પરસ્પર વિરૂદ્ધ છે કે નહિ? નથી. અધિકારી જુદા રાખ્યા. પૂજનમાં વૈધના ઔષધને ન્યાય
વૈદ્ય ગરમીવાળાને સૂંઠ, ગરમ પદાર્થ ખાવાની મનાઈ કરે. વાયુના દરદીને એ ખાવાની એ સલાહ આપે તે તેથી પરસ્પર વિરૂદ્ધ ઉપદેશવાળો ગણાય ખરે? જે રેગી તે પ્રમાણે દવા. અધિકારીને અંગે એક વસ્તુ લેવા લાયક, તે જ બીજા અધિકારીને છોડવા લાયક કહે તેમાં વિરોધ નથી. જેમકે વેદ્ય દરદીને ભેદને સમજીને ઔષધે ને કરી ભિન્નભિન્ન બતાવે તે અહિત કરનારે કહેવાય નહિ. શ્રાવક અધિકારી હોય ત્યારે પૂજાની કર્તવ્યતા જણાવે; સાધુ અધિકારી હોય તે તેને પૂજાને નિષેધ જણાવે. તેમાં આશ્ચર્ય શું? સાધુ પૂજા કેમ ન કરે
શ્રાવકે પૂજન કરવું જ જોઈએ. એમાં આરંભ સમારંભ