________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સજા દીધેલી છે. જે જે ગુનેગારે પાપી હેય નેણે પાપનું ફળ ભોગવવું જ જોઈએ તે ભાવદયાને દેશવટો જ છે. જેડા ચેરનારને પકડે છે, મારે છે, કેસ ચાલે છે. ફોન દારને કહે “સાહેબ એડી મેલજો !” તે તે વખત ફોજદારને પિત્તો કે થાય છે–ખસે છે! તું સજા કરાવવા અહીં લાવ્યો છે, કેસ કર્યો છે, હવે મને કહે છેડી મેલજો! તું અન્યાયની સજા કરાવવા માગે છે. કર્મરાજા અન્યાયને પાપ કહે છે ત્યારે તું વચમાં પડે છે. ના, ના. શાની ના, ના ? તે વખત સજા કરનારને અભિનંદન આપવું પડે. કેટે જેડા ચારવાવાળાને સજા કરી તો કહેવું પડશે, કેટે બરાબર કર્યું. તેમ કર્મરાજાએ અન્યાય, અનીતિ, પાપ, હિંસા વગેરેની સજા કરેલી છે માટે કમરાજને અભિનંદન આપે. “મા જાજ” એ વાક્યને દુરુપ
ગ થતાં કર્મરાજાને અભિનંદન આપવું પડે. જે હિંસા વગેરે કરવાવાળા છે તેને શાબાશ કહેવું પડશે પણ તે અહીં નથી. છવ શબ્દ માનવા તૈયાર પણ જીવનું સ્વરૂપ માનવા
તૈયાર નથીગુનાને ભૂડ જાણવા છતાં જીવમાં લગીર દેવ નથી. રંગને લીધે ગ્લાસનું પાણી લાલ તેમ આ બધા જ અજ્ઞાન, મિથ્યાત્વ વગેરેવાળા દેખાય છે. સ્વરૂપે સર્વ જીવ સિદ્ધ સ્વરૂપ છે. જીવતત્વની શ્રદ્ધા અહીં છે. મુસલમાને “રૂહ' કહીને જીવ માને છે. ક્રિશ્ચિયને સોલ કહીને. કોઈને કોઈ શબ્દથી દરેક મતવાળા છવ માને છે. જીવ શબ્દ માનવા તૈયાર છે. જીવનું સ્વરૂપ માનવાને તૈયાર નથી. કેવળ જ્ઞાન-દર્શનવાળો છવ છે, જ્ઞાનાવરણ કેવળજ્ઞાન રોકયું છે, કષાય. ને દર્શન મોહનીયે માન્યતા બગાડી છે એવું માનવાવાળો કયો છે? ચળકત પદાર્થ દેખે તો ત્રણ વર્ષને છોકરો હીરે કહે છે, પણ હીરાનું સ્વરૂપ એ ત્રીસ, તેત્રીસે આવવું મુશ્કેલ છે. શબ્દ થકી ત્રણ વર્ષની ઉમરથી હીરા શરૂ થયા છે પણ હીરાના સ્વરૂપથી હીરે ચમજ મુશ્કેલ પડે.