________________
૧૧૬] સ્થાનાંગસૂત્ર
[ વ્યાપાર આવા આરબને રાખીને કરવું શું? ત્રસ જીવની હિંસાની પચ્ચફખાણ કરીએ, પણ મારે અંગે લાગે વળગે નહિ તે. મને અડચણ પડે તે વખતે જોવાનું નહિ. ઘરનું જે કામ કરું, તેમાં જાણું છું મરશે. ખેતી કરાવે તેમાં જાણે છે કે હિંસા થાય છે, છતાં કરે. એ કામ રેકવાનું નહિ. હિંસાના ડરે કામ રોકી દેવું એ કબૂલ નહિ. પિલી મૂઠી કરી કે ત્રસનાં પચ્ચખાણમાં પોલી મૂઠી. હું જાણું જોઈને મારુ નહિ. કામકાજ કર તેમાં મરે તેનું પચ્ચખાણ નહિ. ભાગના ચેરની લગેટી”. ને તે લંગોટી સડેલો. જાણી જોઈને ન મારુ, તેમાં અપરાધ આવે તો ફટકારી દઉં. લંગાટી નવી નકોર નહિ કામ લાગે તેવી નહિ. અપરાધ ન કરે, કામ ન રોકાય તે મારવાનું બંધ ને? આગળ પાછળ અપરાધ કરેલે માલમ પડે તો ? કોઈ જાતની અપેક્ષા ન હોય, કોઈ જાતને અપરાધ ન કર્યો છે, મારા કામમાં રોકટોક નહિ તે મારવાનું પચ્ચકખાણ કરું. આ શીલ!
ખાળે ને દરવાજા ઉઘાડા વ્રત આવાં? આવામાં ખાળે ડૂચો દરવાજા ઉઘડ. મણિભાઈએ બાર વ્રત લીધાં. કોઈ જીવને ન માર એમને ભાઈ મે ટું કારખાનું ચલાવે એમાં એમને વાંધો નહિ. એ કારખાનામાં અડચણ હોય તો મણિભાઈ કેડ બાંધીને નીકળે. આખા કુટુંબના પાપમાં તૈયાર છું. માત્ર મારે પાપ ન કરવું. સંબંધી હોય તેમને કારખાનામાં જરૂર પડી. મણિભાઈ, રૂપિયા પાંચ હજાર જોઈએ છે. તે વખતે મણિભાઈ દડે. એમની શરમ ખાતર પાંચ હજાર લાવી દેશે. તે શેર ન લે. દરવાજા ખુલા ખાળે ડૂચા. જૂઠી સાક્ષી ન પુરું પણ મોતી માઈ જૂઠી સાક્ષીમાં સપડાયા તે કોથળી લઈને કેડ બાંધશે. ચાર આંગળીથી ખસનારો માત્ર હું ન બોલું, બીજો બેલી આવે, ફસાય તે માટે બધું કરવું પડે. પોતે ચોરી ન કરે, પણ કટુંબમાંથી કોઈ ચોરી કરીને સાયો તો બચાવ કરવા નીકળે. પિતાની કાયાએ ન કરવું એટલું જ. આખું કુટુંબ, સંબંધી કરે, તેમાં પ્રસંગ આવે તે બંદાને કરવું પડે. ચોથા