________________
મહાવ્રતનું વર્ણન કર્યું, તેનું સ્વરૂપ અને નિયતકમના કારણે વગેરે મહાવતેને લગતું કહેતાં પ્રાસંગિક પણ કેટલીક મહત્વની બાબતે આ ગ્રંથમાં જણાવી છે.
આ વ્યાખ્યાને વાંચવાથી દેશનાકારની અજોડ પ્રતિભા પ્રગલભબુદ્ધિ, તલસ્પર્શી વિચારણા અને આગમની ગૂંચને ઉકેલવાની અપૂર્વ કળા અજબ છે એમ જણાયા વગર ન જ છે. ગયા બે ત્રણ સહીવાળા અલ્પકાલીન યુગમાં મહેપાધ્યાય ન્યા. આ. શ્રી યશોવિજયજી મહારાજ પછી આ આચાર્ય ભગવંત એક અસાધારણ કટિના મહાપુરૂષ હતા એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય, તેમજ બીજા કોઈનેય હલકા ચીતરવાને ઉદ્દેશ પણ નથી, પણ મારી માન્યતા મુજબ વસ્તુનું સ્વરૂપ દર્શાવવામો હેતુ છે, ભવ્યાત્માઓ એવા વિદ્વત્નમાળાના એક અણમેલ જવાહિરના ગુણેની ઘણું ઘણું અનુમોદના કરી આત્માને ઉન્નત બનાવે એ ભાવના છે.