________________
२४६ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પણ ઉપર આધાર રાખે છે. એક આંખે અધૂરૂ દેખાય
એક સાધુપણું ગીતાર્થનું છે અને બીજુ સાધુપણું ગીતાર્થની નિશ્રામાં રહે તેનું. આથી ત્રીજું સાધુપણું જિનેશ્વરે જ્ઞાનથી દેખ્યું નથી તે કહે ક્યાંથી? જ્ઞાનને લીધે થવાવાળાં પાપ દેખ્યાં, તે જ્ઞાનને લીધે થવાવાળા ફાયદા તપાસ્યા? શાસનનું ચાલવું, સદગતિ, પુણ્ય પ્રકૃતિની તીવ્રતા એ જ્ઞાનને જ આભારી. એક આંખે દેખતે હોય તે જે જમણી આંખ ખુલ્લી હેય, તે તે જ બાજુ દેખે, જ્ઞાનને દૂષિત કરનારને જ્ઞાનના દેષ જ દેખાય. મધ્યસ્થ દૃષ્ટિવાળા હોય તો જ્ઞાનના દૂષણો દેખ્યાં તેની સાથે તેનાં ભૂષણે પણ દેખે. સારા નરસાનો આધાર વાપરનાર પર
જ્ઞાનને શાની જડ માનવી? જગતમાં હથિયાર શાપ સમાન કે આશીર્વાદ સમાન ? અને કેવાં ગણવા? શાણાના હાથમાં આવે તે આશીર્વાદ; દાધારંગીના હાથમાં આવે તો શાપ સમાન હથિયાર સ્વતંત્ર આશીર્વાદ સમાન કે શાપ સમાન નથી. એમ જ્ઞાન સારાના હાથમાં આવે તે શાસન ચલાવવાનું કારણ અને મોક્ષનું કારણ બને.
જ્ઞાનને હિસાબે સારા કે નઠારા ગણવાનું રહ્યું નહિ ત્યારે
१ गीयत्था य विहारो बिइओ गीयस्थीसिओ भणिओ पत्तो तइअ विहारो नाणुनाओ जिणवरेहिं ।। १२२ ।। संजमआय वहारण नाणे तह दंसणे चरिते अ । आणालोव जिणाणं कुबइ दीहं तु संसार
૨૩ || મોઘનિયુક્સિ).