________________
ઉપઘાત મસ્તક છે.
બતવ્રત” શબ્દના અર્થ સંબંધી ઊહાપોહ પૂ. ૧૪૫માં કરાવે છે એ વાંચતાં મને કેટલાક વિચારે ફરે છે તે નેધું છું. વ્રત' એ સંસ્કૃત શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે. સાથે ગૂજરાતી જોડણીકેશમાં એના બે અર્થ અપાયા છે. (૧) નિયમપૂર્વક આચરવાનું પુણ્યકર્મ અને (૨) અમુક કરવા ન કરવાને ધાર્મિક નિશ્ચય. અભિયાન ચિન્તામણિ (કાંડ ૩,
૫૦૭)માં વ્રત માટે નિયમ અને પુણ્યક એમ બે પર્યા અપાયા છે. પુણ્યકને અર્થ “પુણ્ય કરાવે છે. અને વ્રતને માટે “ત્રિ ઉપવાસા = વાતY' એ ઉલ્લેખ એની પજ્ઞ વિવૃતિમાં કરાયું છે.
મહાવ્રત–અભિ૦ ચિ૦ના બીજા કાંડના ૧૧૧મા પદ્યમાં મહાદેવના પર્યાયે ગણાવતી વેળા “મહાવ્રતીને ઉલેખ છે. એની પજ્ઞ વિવૃતિમાં “દકિd TVહિ િવિડી મફત” એ ઉલ્લેખ છે. આમ અહીં મહાવ્રતથી કાપાલિકનું ચિહ્ન સૂચવાયું છે, પણ આ અર્થ અત્રે પ્રસ્તુત નથી. એવી રીતે વૈદિક સાહિત્યના અંગરૂપ બ્રાહ્મણ ગ્રન્થોમાં વપરાયેલા “મહાવ્રતના અર્થ વિષે પણ કહી શકાય તેમ છે, કેમકે એ તે એક પ્રકારના ક્રિયાકાંડનું–વિધિનું નામ છે. એથી એ પણ અહીં અપ્રસ્તુત છે. અહીં તે જેને “યામ” તરીકે પણ ઓળખાવાય છે એને-મહાવ્રતનો વિચાર કરાયેલ છે.
જન ગીતામાં અહિંસાદિ પાંચ મહાવ્રતનું નિરૂપણ છે. ૧ આ વિધિ કયારે કરાતી ઇત્યાદિ બાબત આર્થર બી. કોથે સાંખ્યાયન આરણ્યક જે પરિશિષ્ટ સહિત છપાયું છે તેમાં ચર્ચા છે. આ સમગ્ર પરિશિષ્ટ (પૃ. ૭૩ ૮૫) મહાવ્રતને જ ઉદ્દેશીને લખાયેલું છે.