________________
છઠું] સ્થાનાંગસૂત્ર
૭૫ શાન કાણાંગજીને અંગે ઇયત્તા આવે ત્યારે આવી શકે. આવી રીતે ભેદે હોય તેના પેટાલેદે આવી રીતે કરવા. આ બધા વિચાર કઈ પણ આપણને શીખવી શકે તે તે વગીકરણ તે વર્ગીકરણ કરનારી ચીજ મીઠાણુગસૂત્ર છે. વર્ગીકરણ માટે બે આગમ કેમ?
જે સમવાયાંગમાં પણ વર્ગીકરણ છે, તે પછી કાણુગ અને સમવાયાંગ બે શા માટે? એક કરી નાંખે. સમાધાનધ્યાન હશે કે ત્રીજી ચોથી ચોપડીમાં હિસાબ શીખવાય તેનું નામ ગણિત, અને પાંચમીમાં શીખવાય તેનું નામ પણ ગણિત છે. બંને ગણિત હોવા છતાં પ્રથમ જે ગણિત તે નાના પાયા પર છે. એમાંથી તૈયાર થયેલ વિદ્યાર્થી જ મેટા પાયારૂપ ગણિતમાં જાય. ઠાણાંગમાં અધરું વર્ગીકરણ છે, અર્થાત્ દસ સુધીનું છે. એથી વધારે નહિ. જ્યારે સમવાયાંગનું વર્ગીકરણ અનંતા સુધીનું છે.
પ્રશ્ન–વર્ગીકરણની દૃષ્ટિએ સમવાયાંગ પ્રમાણમાં વધવું જોઈએ ને? કારણ કે તેમાં પુદ્ગલપરાવર્તે, ઉત્સર્પિણ, અવસપિણી, આવલિકા વગેરે આખે ગણિતને વિષય છે. બીજી ચોપડીમાં ચાળીસ સુધી ઘડી. પછી આગળ આવે.
સમાધાનસમવાયાંગમાં સ્વરૂપ બધું સંકેપ્યું. વસ્તુ જવા દીધી નહિ. એક સામાન્ય માણસના જીવનના બધા પ્રસંગે લઈએ તે જીવનચરિત્ર લાંબું થાય તે પછી રાજામહારાજા, તેમના પુત્રો વગેરેનું જીવનચરિત્ર કેટલું થાય? વિકટેરિયાનું જીવનચરિત્ર જુઓ તે કેટલા વેલ્યુમ. ઈતિહાસમાં જુએ તે બે પાનાં છે. તેમ સમવાયાંગમાં સમજવાનું છે. આવી રીતે સમવાયાંગ વકરાવ્યું છે. તેથી ઠાગ, સમવાયાંગને