________________
( ૧૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.– ભાગ ૧ લે.
છે. જે પુરૂષ જાણતેથકે પ્રાણીઓને હણે એટલે જે પુરૂષ કેલ્વે ચડ થકો મનને વ્યાપારે પ્રાણીને ઘાત કરે પરંતુ કાયાએ કરી અનાકુટ્ટી એટલે કાયાએ કરી પ્રાણુના અવયવના છેદન ભેદનના વ્યાપારે પ્રવર્તે નહીં તેને કર્મ બંધ ન લાગે, તથા જે પુરૂષ અજાણતોથકે એકલી કાયાના વ્યાપારેજ, પ્રાણીની હિંસા કરે તેને પણ કર્મ લાગે નહી, તથા એવા એકલા મનના વ્યાપારે અથવા એકલા કાયાને વ્યાપારે જે કર્મ લાગે તે ઇષેત્માત્ર ફરીથકે સ્પર્શ રૂપેજ કર્મ ભાગવે, પરંતુ એને અધિક વિપાક નથી. કેમકે નિશે તે સાવધ્ય એટલે પાપ તે કેવું છે, તો કે અવ્યકત માત્ર છે એટલે એ સ્પષ્ટ છે, સિક્તા મુષ્ટિવત્ છે એટલે જેમ વેળુની મુઠ્ઠી ભીંતને સન્મુખ નાંખી છતાં
સ્પર્શ માત્ર કરી પાછી પડે, પણ તે ભીંતને કાંઈ લાગી રહે નહીં. તેમ એ કર્મને બંધ જાણો, એમ કિયાવાદી કહે છે. તે ૨૫
હવે કર્મને બંધ પૂરણ કેમ થાય એટલે કર્મને ઉપચય કેમ થાય તે કહે છે. એ ત્રણ આદાન એટલે કર્મ બંધનનાં કારણ છે. જેણે કરી પાપ કરી તે દેખાડે છે. અભિમુખ ચિત્તમાંહે જાણીને જે સ્વયમેવ એટલે પિતે જીવને હણે તથા તેને હણવાનું મન કરે કે, હું એને વિનાશ કરું એ પહેલું કર્મ બંધનનું કારણ જાણવું. તથા તે જીવનો વિનાશ કરવાને અર્થે અન્યને આદેશ આપી તેને વિનાશ કરાવે, એ બીજું કર્મ બંધનું કારણ જાણવું. અને બીજે કઈ છવનો વિનાશ કરતો હોય તેને મને કરી અનુદે, એ ત્રીજું કર્મબંધનું કારણ જાણવું. ૨૬
હવે એ ત્રણ કારણે કરી ઉપાર્યું કર્મ અધિક બધાય તે કહે છે. નિશ્ચ પૂર્વેક્ત એ ત્રણ કર્મ બંધનાં કારણ છે; એ ત્રણ એકઠા મળે તે નિવડ કર્મ બંધાય એ રીતે જે દુષ્ટ અધ્ય વાસાએ કરી પાપ ઉપચય રૂપ કરે. એ રીતે એ ત્રણ પ્રકારે પ્રાણી ઘા