________________
( ૬ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે.
આત્મા પણ નહીં. એટલે ગત્યંતર ગામી આત્માએ નથી. એ પ્રકારે કરી ભેદ દેખાડ, વળી તેહિજ કહે છે. તે આત્માએ પરલોકને વિષે ન જાય એ તાવતા શરીરથકી ભિન્ન આપણું કર્મને ભેગવનાર એ આત્મા નથી. તથાપિ સત્વ જે પ્રાણીએ તે ઉપપાતિક નથી, એટલે ભવાંતરમાં જઈ ઉપજે નહીં. અર્થાત ગતાગતિ પણ નથી. અહીં શિષ્ય પૂછે છે કે, પર્વ જે ભતવાદિ કહ્યા અને એ તજીવતછરીરવાદી એ બેહને માહી માંહી શું વિશેષ છે? તે વારે ગુરૂ કહે છે કે, ભૂતવાદીને મતે જે પંચ મહાભૂત તેહિજ કાયાને આકારે પરિણમીતે ધાવનવ
નાદિક ક્રિયા કરે, અને એમને મતે પંચભૂત કાયાને આકારે પરિણમી ચિતન્ય સ્વરૂપ આત્મા ઉપજાવે. પરંતુ ભૂતથકી આમા જુદા નથી. એટલું વિશેષ છે. તે ૧૧ |
હવે તેની વક્તવ્યતા કહે છે, તજીવતછરીરવાદી એમ કહે છે કે; પુણ્ય નથી, પાપ પણ નથી, અને અત: ઉપરાંત લેક પણ નથી. જેટલું દૃષ્ટિગોચર આવે છે તેટલે જ લોક છે. વળી ગ્રંથકાર એનું કારણ કહે છે કે, શરીરને વિનાશ કરી આત્માને પણ વિનાશ થાય, એ કારણ માટે આત્માને અભાવે પુણ્ય પાપ તથા લોકની સંભાવના ક્યાં થકી થાય? I ૧૨ |
તજીવતછરીરવાદિ ગતા » એટલે તજીવતછરીરવાદી એ પ્રમાણે મત કહ્યું. હવે અક્રિયાવાદિને મત કહે છે. તે અકર્મવાદી એમ કહે છે કે, આત્મા અમૂર્તિ છે, નિત્ય છે, તથા સર્વ વ્યાપી છે. તે કારણે ક્રિયાનો કર્તા નથી. તથા અનેરા પાસે કરાવનાર પણ નથી; એટલે આત્મા પોતે કીયાને વિષે ન પ્રવર્ત, તથા અનેરાને પણ પ્રવર્તાવે નહીં પુર્વ ચકાર આવ્યું છે તે અતીત અનાગતના કર્તાને નષેધવાને અર્થે છે. યદપિ સ્થિતિ ક્રિયા અને મુદ્રા પ્રતિબિબેધ્ય ન્યાયે ભેજન ક્રિયા પણ કરે.