SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્પસૂત્રવિચાર કરતાં તેને સૂઝયું કે આ પુરૂષ દેષરહિત–સર્વગુણ સંપન્ન છેલા તીર્થકર સિવાય બીજું કંઈ જ નથી. ઈન્દ્રભૂતિના અભિમાની તરંગે હવામાં જ ઉડી ગયા. તેને વિચાર થઈ પડયો કે-“અત્યારસુધી જગતના વાદીઓને છતી જે જશ મેળવ્યો હતો તે હવે શી રીતે જાળવી રાખે ! ખરેખર હું અહીં ન આવ્યું હોત તે જ ઠીક થાત. મને અહીં આવવાની બુદ્ધિ કયાંથી સુઝી? સમગ્ર જગતને જીતનાર એ હું આ એકને જીતવા ન આવ્યું હતું તે મારી શી હેટી બદનામી થઈ જવાની હતી? એ તે કયે મૂર્ણો હોય કે એક ખીલીને માટે આ મહેલ પાડી નાખે ! મેં કેવું વગરવિચાર્યું સાહસ કર્યું ? મારી કુમતિએ જ મને આ જગદીશના અવતારને જીતવા મોકલ્યા. આ તેજસ્વી-મહાજ્ઞાની આગળ કેવી રીતે બેલી શકીશ? બોલવું તે દૂર રહ્યું. એમની પાસે જઈને ઉભું કેમ રહેવું એજ મને તે સવાલ થઈ પડે છે. હે શંકર ! મારા યશનું રક્ષણ કરે. મને આ આપત્તિમાંથી બચાવ. ભાગ્યયોગે જે હું અહીં વિજય મેળવું તે હું ત્રણે જગતમાં એક અદ્વિતીય પંડિત ગણાઈ જઉં, એ નિઃશંક છે.” પ્રભુનું મધુર સંબોધન એ રીતે ઈન્દ્રભૂતિ હજી શંકાના–નિરાશાના અને આછી આશાના તરંગેમાં ઘસડાતે હતો તેટલામાં જ પ્રભુએ અમૃત સરખી મધુર વાણીમાં તેને સંબોધન કર્યું. તેના નામ અને ગાત્રને ઉલેખ કરી કહ્યું કે –“હગતમ ઈન્દ્રભૂતિ! તું અહીં ભલે આવ્યું.” - પિતાનાં નામ અને ગોત્રને ઉચ્ચાર સાંભળી ઈન્દ્રભૂતિ. સ્તબ્ધ બની ગયે. પણ બીજી જ ક્ષણે તેને થયું કે, “પણ એમાં
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy