SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાન ૨ જી કથા-સારઠ દેશમાં સ્વગ પુરી જેવી દ્રારકા નામની નગરીને વિષે શ્રીકૃષ્ણ મહારાજ રાજ્ય કરતા હતા.તેમના પિતાના મેાટાભાઇ સમુદ્રવિજય હતા. તેમની શિવાદેવી નામની રાણીના પુત્ર નેમનાથ ભગવાન હતા. તેમનુ ઉગ્રસેન રાજાની ધારણી નામની રાણીની સ્વરૂપવાન રામતી નામની પુત્રીની સાથે સગપણ કર્યુ હતુ. શુભ મુક્તે મેટા આ બરથી નેમનાથ પરણવા માટે તેારણે જતા, ઉગ્રસેન રાજાએ જાનને ગૌરવ દેવા માટે ઘણાં પશુ પક્ષીને પાંજરાને વિષે-વાડાને વિષે-પુર્વાં હતા. તેને જેને, તેમનાથ ભગવાન વિચારવા લાગ્યા કે અહે!? એક સ્ત્રીને પરણતાં ઘણા જવાની ઘાત થશે તેથી મારે પરણવુ એ શ્રેષ્ઠ નથી. એમ ચિ’તવી, તે જીવાને પાંજરામાંથી છેડાવીને રસ્તામાંથીજ પરણ્યા વિના પાછા વળ્યા, ઘેર જઈ વરસીદાન દઈ એક હજાર પુરુષ સાથે દીક્ષા લીધી, તેવાર પછી રાજીમતી પણ પતિના વિયેાગથી વૈરાગ્ય પામીને સાતસે સખીઓની સાથે દીક્ષા લઇ તેમનાથ ભગવાનને ગીરનાર પર્વત ઉપર વંદના નમસ્કાર કરવા જતાં રસ્તામાં મેધ વૃષ્ટિથી ભિ ંજાએલી રાજીમતી ગુફામાં જઈને તમામ વસ્ત્ર ઉતારીને સુકવવા લાગી, ત્યાં તેમનાથ ભગવાનના રથનેસી નામના નાનાભાઇ દીક્ષા લઇ કાઉસગ્ગ ધ્યાને રહેલા, તેમણે તે રાજીમતીને નગ્નમુદ્રા જેઈ તે વિષયથી વ્યાકુળચિત્ત થતાં, રાજીમતીને ભાગે ભાગવવાને આમ ંત્રણ કરે છે. અને કહે છે કે આપણે ભુક્ત ભાગી થઈ પશ્ચાત દીક્ષા લઇશું'. આવા રથનેમીના વચન સાંભળી રાજીમતી નીચે મુજબ કહે છે. અહિં રાજપુત્રની કથા કહે છે. વસ ંતપુર નગરને વિષે જીતશત્રુ નામના રાજા હતા, તેને વૃદ્ધાવસ્થાના સમયે એક પુત્ર થયા, તેની જન્માત્રી કરાવતા નવમે વરસે સધાત હોવાનું જાણવામાં આવ્યું, આવા યૈાતિષીના વચનથી રાજાએ એક સ્થંભવાળા મહેલ બનાવી, તેમાં યતના પૂર્વક પુત્રને રાખી, કલાથી ખાનપાનાદિક વસ્તુ પહેાંચે તેવી ગાઠવણુ કરી. તેના રક્ષણ માટે પાંચસેા ગારૂડી રાખ્યા, ૧૩
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy