________________
૪
નવકાર મંત્ર
ગુણ પ્રવેશે છે કે જો એ જળ બીજ પર છાંટવામાં આવે તો એ બીજમાં જલદી અંકુર ફુટે છે, એમાં મોટાં ફૂલ આવે છે, મોટાં ફળ લાગે છે. સાધારણ પાણીથી (પોષિત થયેલાં) ઊછરેલાં છોડ કરતાં, આ સદ્ભાવથી સ્પર્શ પામેલાં પાણીથી ઊછરેલો છોડ વધારે તંદુરસ્ત દેખાય છે.
કામિનિયેવે બીજો પ્રયોગ કરી, અત્યંત રુગ્ણ, વિક્ષિત, નિષેધાત્મક ભાવથી ભરેલા, હત્યાના, ક્રુરતાના, કોઇને નુકસાન પહોંચાડવાના વિચારો અને ભાવનાઓથી ભરેલા માનવીના હાથમાં પણ, જળથી ભરેલું પાત્ર થોડી મિનિટો સુધી રાખ્યું. એ જળ જે બીજ પર છાંટવામાં આવ્યું તે બીજ કાં તો અંકુરિત ન થયાં ને જે અંકુરિત થયાં તે રોગગ્રસ્ત હતાં.
પંદર વર્ષ સુધી આ પ્રયોગો કરી એવા નિર્ણય પર પહોંચી શકાયું કે પાણીનું રાસાયણિક સ્વરૂપ જ મહત્ત્વનું નથી, સાદું પાણી, સદ્ભાવના ને મંગળકામનાઓથી પોષાયેલું પાણી અને નિષેધાત્મક ભાવનાઓથી દુષિત થયેલા પાણીમાં, કોઇ રાસાયણિક તફાવત ન હોવા છતાં, કોઇક એવાં તત્ત્વો માનવીની ભાવનાઓ અને વિચારો દ્વારા પાણીમાં દાખલ કરી શકાય છે કે જેનાં પરિણામો અલગ અલગ આવે છે. રાસાયણિક રીતે તો પાણી એનું એ જ રહે છે. પરંતુ આ પાણીના આત્મામાં કોઇ રૂપાંતર થાય છે. જેમ જળમાં રૂપાંતર કરી શકાય છે. મંગળ ભાવનાઓથી ભરેલું આપણું મન, આપણી ચારે તરફ ફેલાયેલા આકાશમાં ગુણાત્મક પરિવર્તન લાવે છે. એવી ભાવનાઓથી ભરેલો માનવી જ્યારે આપણી પાસેથી પસાર થાય છે ત્યારે તેની એ અસર આપણામાં પણ થાય છે. એવી મંગળ ભાવના ભરેલી વ્યક્તિની આસપાસ એક જુદા જ પ્રકારનાં અવકાશ કે હવામાન પેદા થતાં હોય છે.
એક બીજા રશિયન વૈજ્ઞાનિક કિરિલિયાને હાઇ ફ્રિકવન્સી ફોટોગ્રાફીનો વિકાસ કર્યો છે. કદાચ ભવિષ્યમાં આ કિરિલિયાન કેમેરાથી લીધેલાં ચિત્રો જુદાં જ રહસ્યો છતાં કરશે. બહુ સંવેદનશીલ પ્લેટ પર આ કેમેરાથી ચિત્ર લેવાય છે. મારા હાથનું ચિત્ર જો લેવાય તો, મારા હાથનું જ ચિત્ર માત્ર ઊપસતું નથી, પરંતુ મારા હાથની આસપાસ જે વિદ્યુત કિરણો બહાર નીકળી રહ્યાં છે તેનું ચિત્ર પણ આવે છે. આશ્ચર્યની વાત એ છે કે જો ચિત્ર લેતી વખતે હું નિષેધાત્મક વિચારોથી ભરેલો હોઉં તો, મારા હાથની આસપાસનાં વિદ્યુતકિરણોની પ્રતિકૃતિ, જે ચિત્રમાં દેખાય છે તે અત્યંત રુગ્ણ, અસ્વસ્થ, વેરવિખેર, અરાજક અને વિક્ષિપ્ત હોય છે. પરંતુ હું જો મંગળ ભાવનાઓથી, શુભ વિચારોથી ભરેલો હોઉં અને આનંદિત હોઉં ત્યારે લીધેલા કિરિલિયાન ચિત્રમાં, મારા હાથમાંથી નીકળતાં કિરણોની પ્રતિકૃતિ, લયબદ્ધ, સુંદર, સપ્રમાણ અને વ્યવસ્થિત દેખાય છે.
ત્રીસ વર્ષ સુધી કરેલા પ્રયોગો પછી કિરિલિયાન એમ કહે છે કે હવે કોઇ વ્યક્તિ કોઇ ખાસ રોગથી પીડાવાની હોય, તો તેના છ મહિના પહેલાં, એના શરીરનાં વિદ્યુત કિરણોના ચિત્ર પરથી એનો રોગ પારખી શકાશે. કારણકે ભૌતિક શરીર પર બીમારી ઊતરે તે પહેલાં એના વિદ્યુત શરીર પર છ મહિના પહેલાં ઊતરે છે. એના શરીરનાં વિદ્યુતવર્તુળો રોગિષ્ટ થવાનું છ મહિના પહેલાં શરૂ થઇ