________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
નથી, બીમારીને છોડવાનો ઉપાય થઇ શકે છે. બીમારી છૂટી જાય તો જે બચે છે તે સ્વાસ્થ છે..
ધર્મનું છેવટનું સૂત્ર તો સ્વભાવ જ છે. પરંતુ એ સ્વભાવ ખોવાઇ ગયો છે. એટલે મહાવીર ધર્મનો બીજો અર્થ કરે છે જે પ્રયોગાત્મક છે, જે પ્રક્રિયાનો છે, જે સાધન છે. મહાવીરે ધર્મની પહેલી પરિભાષા કરી કે ધર્મ સ્વભાવ છે. એ પરિભાષા છે સાધ્યની, મંજિલની. ધર્મની બીજી પરિભાષા કરી સાધનાની. યાં સાધન, કયો ધર્મ ? અહિંસા, સંયમ અને તપ. આટલું નાનકડું સૂત્ર ધર્મ માટે, કદાચ જગતમાં કોઇએ કહ્યું નહીં હોય, જેમાં પૂરો ધર્મ સમાઇ જાય. તો અહિંસા, સંયમ અને તપની વ્યવસ્થા પહેલાં આપણે સમજીએ, પછીથી એની આંતરિકતામાં પ્રવેશ કરી શકીશું.
૭૪
અહિંસા ધર્મનો આત્મા છે, કેન્દ્ર છે. તપ એ ધર્મની પરિધિ(circumference) છે અને સંયમ કેન્દ્ર અને પરિધિને જોડનાર એક સેતુ છે. એમ સમજીએ કે અહિંસા આત્મા છે, તપ શરીર છે અને સંયમ પ્રાણ છે, આત્મા અને શરીરને જોડનાર પ્રાણ છે, શ્વાસ છે. જે પળે શ્વાસ છૂટી જશે, ત્યારે શરીર તો હશે, આત્મા પણ હશે, પરંતુ તમે નહીં હો. સંયમ તૂટે તો તપ હોઇ શકે, અહિંસા પણ હોઇ શકે, પરંતુ ધર્મ નહીં હોય. આખું વ્યક્તિત્વ વીખરાઇ જશે. સંયમ શ્વાસ જેવો છે.
મહાવીરની દૃષ્ટિએ અહિંસા આત્મા છે. મહાવીરને ધર્મની વ્યાખ્યા એક જ શબ્દમાં કહેવાનું કહીએ તો મહાવીર જવાબ દેશે, અહિંસા. મહાવીરે કહ્યું જ છે કે અહિંસા પરમ ધર્મ છે. શા માટે અહિંસા પર મહાવીર આટલું જોર આપે છે? કોઇએ મહાવીર જેટલું જોર અહિંસા પર આપ્યું નથી. કોઇએ ધર્મની વ્યાખ્યા કરી પરમાત્મા, કોઇએ કહ્યું આત્મા, કોઇએ કહ્યું સેવા, કોઇએ કહ્યું ધ્યાન. કોઇ કહે છે સમાધિ, કોઇ કહે છે યોગ; કોઇ કહે છે પ્રાર્થના તો કોઇ કહે છે પૂજા. પરંતુ મહાવીરને પૂછીએ તો એમના અંતરતમમાં એકમાત્ર શબ્દ ગુંજી રહ્યો છે, તે છે અહિંસા.
મહાવીરને માનવાવાળા ‘અહિંસા’નો જેવો અર્થ કરે છે, એવો જ સંકુચિત અર્થ જો ‘અહિંસા’નો હોય તો તેઓ ભૂલ કરે છે. તેઓ એવો બાલિશ અર્થ કરે છે કે ‘અહિંસા એટલે બીજાને દુઃખ ન આપવું તે.` મહાવીરને આવો અર્થ અભિપ્રેત નથી. ધર્મની પરિભાષા કરવામાં ‘બીજાને’ વચમાં લાવવાની વાત મહાવીર સહન નહીં કરે. આ થોડું બારીકાઇથી સમજીએ.
ધર્મની પરિભાષા સ્વભાવ છે, પણ ધર્મની પરિભાષા, બીજાને વચમાં લાવીને કરવી પડે કે બીજાંને દુ:ખ ન આપો એ ધર્મ છે, તો આવો પનિર્ભર ધર્મ, જે બીજા પર કેન્દ્રિત થઇ જાય, તે મહાવીરને પસંદ નહીં પડે. મહાવીર તો ‘બીજાંને સુખ આપો એ ધર્મ છે.' એમ પણ નહીં કહે. કારણકે એમ કહેવામાં પણ બીજું હાજર રહે છે. મહાવીર તો કહે છે, ધર્મ ત્યાં છે, જ્યાં ‘બીજું’ કોઇ છે જ નહીં. એટલે બીજાં પર આધાર રાખનારી વ્યાખ્યા બરાબર નથી.
વળી આ સંદર્ભમાં એક બીજી વાત પણ સમજી લઇએ. બીજાને દુ:ખ ન આપો એવી ધર્મની પરિભાષા થઇ શક્તી નથી. કારણકે મહાવીર માનતા નથી કે તમે કોઇને દુ: ખ આપી શકો છો જ્યાં સુધી કોઇ દુઃખ લેવા ચાહતું ન હોય. આપણી એક ભ્રાંતિ છે કે આપણે બીજાને દુ:ખ આપી શકીએ