________________
નવકાર મંત્ર
સુધી મંજિલ સમજાશે નહીં. જ્યાં સુધી ઉપર ચઢવાની પગથી ન દેખાય ત્યાં સુધી દૂર દેખાતાં શિખરોનું કાંઈ મૂલ્યનથી, એ સ્વપ્ન જેવાં બની રહે છે. ખરેખર એ શિખર છે કે નહીં તેનો નિર્ણય લેવાનું પણ શક્ય નથી તો બે ચાર રીતે નમોકારના માર્ગને સમજવાનો પ્રયત્ન કરીએ. ૧૯૩૭ની સાલમાં ચીન અને તિબેટ વચ્ચે આવેલા બોકાન પર્વત પરની ગુફામાં ૭૧૬ પત્થરની રેકોર્ડ (ગ્રામોફોનની રેકોર્ડ જેવી) મળી. મહાવીરથી દસ હજારવર્ષ પહેલાંની આરેકોર્ડ છે. આજથી લગભગ બાર હજાર વર્ષ પહેલાંની આ રેકોર્ડ આશ્ચર્યમુગ્ધ કરે તેવી છે. દરેક રેકોર્ડની વચમાં એક કાણું છે અને પત્થરની સપાટી પર રેખાઓ કોતરેલી છે. ગ્રામોફોનની રેકોર્ડ જેવી જ. ક્યા અને કેવા યંત્ર પર આ રેકોર્ડ સાંભળી શકાતી હશે તેનું રહસ્ય આજ સુધી ખુલ્યું નથી. રશિયાના એક વૈજ્ઞાનિક ડૉ.સર્જીએવે વર્ષો સુધી સંશોધન કરી એ વાત પુરવાર કરી છે કે એ રેકોર્ડ તો છે જ, પણ એની કેવી સોય હશે, જેના વડે રેકોર્ડ સાંભળી શકાય અને કેવાયંત્ર દ્વારા તે વગાડી શકાય તે હજી સમજાયું નથી. એકાદ પત્થરનો ટુકડો હોય તો સમજી શકાય કે એ કોઈ સાંયોગિક ઘટના હશે, પરંતુ એક જેવા ૭૧૬ ટુકડા પર રેખાઓ અને વચમાં એક કાણું હોય, તે સાંયોગિક કેમ ગણી શકાય ? એના પરની ધૂળ વગેરે સાફ કરી વિદ્યુત યંત્રોથી પરીક્ષણ કરતાં એની રેખાઓમાંથી હરપળ વિદ્યુતનાં કિરણો બહાર ફેલાતાં દેખાયાં. તો શું બાર હજાર વર્ષ પહેલાં માનવી પાસે એવી કોઈ વ્યવસ્થા હશે કે જેનાથી આવા પત્થરો પર રેકોર્ડિંગ થઈ શકે? એવું જો હોય તો આપણો ઈતિહાસ જે આપણે કોઈ અલગ રીતે લખવો પડશે. જાપાનના એક પર્વતના શિખર પર પચીસ હજાર વર્ષ પહેલાંની મૂર્તિઓનો એક સમૂહ છે. એ મુર્તિઓનું નામ “ડાબૂ. એ મૂર્તિઓને આજ સુધી સમજવાનું શક્ય નહોતું, પરંતુ જે દિવસે આપણા અવકાશયાત્રીઓ આકાશમાં ઊડ્યા ત્યારે એમણે જેવાં વસ્ત્રો પહેર્યા હતાં, તેવાં જ વસ્ત્ર આ મૂર્તિઓ પર કોતરાયેલાં જોયાં. આ મૂર્તિઓ પચીસ હજાર વર્ષ પુરાણી છે. તો રશિયન અને અમેરીકન અવકાશયાત્રીઓની જેમ પચીસ હજાર વર્ષ પહેલાંના માનવીએ પણ, અવકાશના અન્ય કોઈ ગ્રહો પરથી પૃથ્વીની મુલાકાત લીધી હશે એવું માનવાનું મન થાય છે ? આજે માનવી જે કાંઈ જાણે છે તે પહેલીવાર જ જાણી રહ્યો છે એવી ભૂલમાં પડવાનું કોઈ કારણ નથી. માનવી ઘણી વાર જાણે છે, ઘણી વાર માનવસભ્યતાઓ, જ્ઞાનનાં ચરમ શિખરને સ્પર્શી લે છે ને પછી એ જ્ઞાન જેમ આવ્યું તેમ એક લહેરની જેમ વિલીન થઈ જાય છે. મહાવીર એક ખૂબ લાંબી સંસ્કૃતિના અંતિમ વ્યક્તિ હતા. એ સંસ્કૃતિ ઓછામાં ઓછી દસ લાખ વર્ષ પુરાણી છે. એ હતા જૈન પરંપરાના ચોવીસમા તીર્થંકર-જૈન પરંપરાની એ આખરી ઊંચાઈ મહાવીરે સર કરી અને પછી સભ્યતા અને સંસ્કૃતિ ધીમે ધીમે એક લહેરની જેમ વીખરાઈ ગયાં. આજે આ પરંપરાનાં સૂત્રો સમજવાં મુશ્કેલ થઈ ગયાં છે, કારણ કે એ જે વાતાવરણમાં સાર્થક હતાં, તે વાતાવરણ આજે નથી.