SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ: મંત્ર જાગી. જો ભગવાનમાં સુદ્ધાં વાસના જાગતી હોય તો માનવીને વાસનાથી મુક્ત કરવો મુશ્કેલ છે. ભગવાનને ઈચ્છા થઈ “એકોડહં બહુસ્યામ. જો ભગવાન પણ કાંઈ ઈયા વિના રહી નથી શક્તાતો માનવીને ઈચ્છારહિત કેવી રીતે બનાવી શકાશે ? શું જગત નહોતું, તેથી ભગવાનને ગમતું નહતું ? ભગવાનને કોઈ સંવેદન થતું હતું? જેવું સંવેદનકોઈ ચિત્રકારને ચિત્રનબનેને થાય તેવું? એક કવિને કવિતાનરચાય ત્યારે થાય તેવી પીડા થતી હતી ? શું ઈશ્વરમાં પણ કોઈ ચિંતા અને તનાવ રહેલાં છે? ઈશ્વરવાદીને આ સવાલોના જવાબ આપવામાં મુશ્કેલી થાય. એણે તો એ સ્વીકારવું જ પડે કે ભગવાને ચાહ્યું.' આ એક સ્વીકારને કારણે ઘણી બેહૂદી પૌરાણિક કથાઓ માનવી પડે છે. બ્રહ્માએ સ્ત્રીને જન્મ આપ્યો. એ જ સ્ત્રીને બ્રહ્માએ ચાહી. બ્રહ્મા અને ચાહનાએ બે વચ્ચે સંબંધ કેવી રીતે સ્થાપવો? ત્યારે એક હાસ્યાસ્પદ ઘટના બની બ્રહ્માએ જે સ્ત્રીને પેદા કરીને એની દીકરી થઈ. તો દિકરીની પાછળ બ્રહ્માજી દોડ્યા, સંભોગ માટે આતુર બન્યા. દીકરી બ્રહ્માથી ભાગવા લાગી. બ્રહ્માથી બચવાદીકરી ગાય બની તો બ્રહ્મા બળદબન્યા. બળદથી બચવા દીકરી બીજું કાંઈ બની. જે જે દીકરી બની તેતે જાતના બ્રહ્માનર બન્યા, બનતા જ ગયા. આવી વાસનાને કારણે બ્રહ્મા ભાગતા હોય તો તમે પણ સિનેમાગૃહમાં જાવ છો ત્યારે તમે પણ બ્રહ્મસ્વરૂપ છો. તમે જે કાંઈ છો તે યોગ્ય છે. જે સ્ત્રીને ચાહી, તે ફિલ્મ અભિનેત્રી બની ગઈ તો તમે ફિલ્મના પ્રેક્ષક બની ગયા. તમે પણ વાસના પાછળ ભાગતા રહો છો તો આખું જગત વાસનાનો જ ફેલાવ બની રહે છે. ભગવાન વિષે આવી હાસ્યાસ્પદ દલીલો થતી અટકાવવા મહાવીરે મૂળથી જ વાત કાપી નાખી. મહાવીરે કહ્યું કે જે લોકોને ભગવત્તા તરફ લઈ જવાના હોય તો ભગવાનની કલ્પનાને શૂન્યકરો. લોકોને ભગવાન બનાવવા હોય તો ભગવાનની ધારણાને જ દૂર કરો. ભગવાનમાં ઈચ્છા પેદા થઈ એમ કહેશો તો પછી માનવીને ઈચ્છાઓથી મુક્ત કરવાનો સવાલ જ પેદા થતો નથી. જગત અનિર્મિત છે. કોઈએ બનાવ્યું નથી, છતાં છે. વિજ્ઞાનને પણ આ વાત તર્કયુક્ત દેખાય છે. કારણકે વિજ્ઞાન માને છે કે કોઈ ચીજ બનાવાઈ હોય એવું લાગતું નથી. કોઈ ચીજ નષ્ટ થતી નથી. કોઈ ચીજ નિર્મિત થતી હોય એમ લાગતું નથી, પરંતુ ચીજોમાં સતત રૂપાંતર થતું હોય છે. એટલે મહાવીરે પદાર્થની જે પરિભાષા કરી છે તે આખા જગતમાં સર્વાધિક વૈજ્ઞાનિક છે. પદાર્થ mater) માટે એક અદ્ભુત શબ્દ પુલ એમણે વાપર્યો. આવોશબ્દ પદાર્થ માટે બીજી કોઈ ભાષામાં નથી. પુદ્ગલ’નો અર્થ છે જે બને છે, બદલાતો રહે છે, અદશ્ય થતો રહે છે, પરંતુ છે. પ્રત્યેક પળે બદલાતો રહે છે. નદી જેમ પ્રત્યેક ક્ષણે વહી રહી છે, ભાગી રહી છે, બની રહી છે અને ત્યાં જ હાજર છે. મહાવીરે કહ્યું કે બધી ચીજો બની રહી છે, નાશ થઈ રહી છે. રૂપાંતર થઈ રહ્યું છે, બદલાઈ રહી છે. કોઈ ચીજનું રૂપાંતર થવાથી એનું સર્જન થાય છે એમનકહી શકાય. કોઈ ચીજ ક્યારેય બદલાતાં સમાપ્ત થતી નથી. આ બનતા રહેવાની (becoming) ની પ્રક્રિયા સતત ચાલુ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy