SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ મંગળ અને લોકોત્તમની ભાવના નથી? સ્ત્રીને જોઈને વાસના જાગતી નથી? સુંદર ચીજ જોઈ તે મેળવવાનું મન થતું નથી?' એણે કહ્યું કે તમે મને ખોટી રીતે ન સમજતા. બેવર્ષમાં એમનો ચિકિત્સકે મારા અંતઃકરણથી છુટકારો અપાવી દીધો. હવે કોઈ પીડા, ચિંતા કે અપરાધના ભાવ જાગતા નથી. છેલ્લાં પચાસ વર્ષોમાં મનોચિકિત્સકો માનવીને અપરાધ કરતાં રોકી શક્યા નથી પરંતુ એનામાં અપરાધનો ભાવના જાગે તે માટે એના માનસને રાજી કરી રહ્યા છે. મનોચિકિત્સકશીખવે છે કે ચોરી કરવી, જૂઠું બોલવું, સ્ત્રી તરફ નજર જવી વગેરે. બધું સ્વાભાવિક છે. એમાં કાંઈ ખોટું નથી. આમ કરવાથી પશ્ચિમના દેશોમાં જીવન વધારે ને વધારે નીચે ઉતરતું જાય છે, નીચે સરકી રહ્યું છે. એની જવાબદારી આ મનોચિકિત્સકોની છે. કારણકે તેઓ એમ કહે છે કે નીચે સરકવું એ સ્વભાવ છે. નીચે સરકવાનો આપણો સ્વભાવ છે એમ માની લેવાનું આપણને પણ સહેલું લાગે છે. નીચે સરકતા રહેવાનો આપણો અનુભવ છે એટલે આવી દલીલ ગળે ઊતરી જાય છે. જ્યારે મહાવીર કહે છે “અરિહંતા લાગુત્તમાં ત્યારે આપણી સમજમાં એ આવતું નથી. કારણકે અરિહંત કે સિદ્ધને આપણે જાણતા નથી. કોણ છે એ લોકો? આપણો અરિહંત કે સિદ્ધનો કોઈ અનુભવનથી, એવી કોઈ ક્ષણ જીવનમાં આવી નથી, જ્યારે અરિહંત જેવી કોઈ લહેરનો આપણને સ્પર્શ થયો હોય. કેવલી પ્રરૂપિત ધર્મમાં આપણે ક્યારેય પ્રવેશ કર્યો નથી. આ બધી વાતો આપણને તરંગ લાગે છે. આવી વાતો આપણે ક્યારેક મજબૂરીમાં માની લઈએ છીએ. એ મજબૂરીનું નામ જ આપણે ધર્મ રાખ્યું છે. કોઈ જૈનના ઘરમાં જન્મ્યા એ આપણી મજબૂરી છે. એ કાંઈ આપણું કૃત્ય નથી. પર્યુષણ છે તો મજબૂરી છે, મંદિરમાં જવું પડશે, ઉપવાસ કરવો પડશે, વ્રત લેવું પડશે, સાધુને નમસ્કાર કરવા પડશે. એમાં બીજા કોઈનો વાંક નથી, પેદા થઈ ગયા જૈન કુટુંબમાં, તો શું થાય? નાનપણથી જ અમુક વાતો ખોપરીમાં ભરી દેવામાં આવી છે, તે ચલાવી લઈએ છીએ. એમાં કોઈ અંત ફુરણા જેવું છે નહિ. કોઇ સહજ ભાવ જાગતો નથી. તમને ક્યારેય એવું ખ્યાલમાં આવ્યું છે કે મંદિર તરફ જતી વખતે અને સિનેમાગૃહ તરફ જતી વખતે જે આપણી ચાલ હોય છે તેમાં કોઈ ફરક હોય છે? એ બન્ને ચાલમાં ગુણાત્મક (qualitative) ભેદ છે. મંદિર તરફ જાણે પગ ઘસડાતા જાય છે, પરંતુ સિનેમાગૃહ તરફ તો આપણે જાતે જઈએ છીએ. મંદિર તો જાણે એક મજબૂરી છે, ફરજ છે, એક કામ છે. એ તરફ જતી વખતે આપણા પગમાં કોઈ આનંદ કે થનગનાટ નથી હોતો. કોઈ રીતે એ કામ પૂરું કરવાનું છે. આવી રીતે આપણું જીવન નિકૃષ્ટ પ્રતિ સહજ વહ્યા કરે છે. મુલ્લા નસરૂદીન જે દિવસે મરણ પથારી પર હતો ત્યારે એના ધર્મગુરુ એની પથારી પાસે આવી, એને પરમાત્માની પ્રાર્થના કરવા કહેવા લાગ્યા. એણે કહ્યું કે મુલ્લા પશ્ચાત્તાપકર, જે પાપત ક્યાં
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy