SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ: મંત્ર ર૯ બેકસ્ટર કહે છે કે હજારો છોડને આ રીતે અમે પરેશાન કર્યા. જે મિત્ર છે, એવો અનુભવ થયો હતો તે અચાનક શત્રુ જેવું વર્તન કેમ કરે છે? બેકસ્ટરે એ પણ કહ્યું કે જે છોડવાઓ સાથે આપણે પ્રેમ કરીએ છીએ તે આપણા પ્રત્યે અનેક વિધાયક ભાવનાઓ પ્રસરાવે છે. બેકસ્ટરનું માનવું છે કે જે છોડવાઓને પ્રેમપૂર્વક જતનથી, શુભ ભાવનાથી, સંગીત દ્વારા, પ્રાર્થનાથી, પ્રાણવાન બનાવી દેવાય તો રોગી વ્યક્તિઓને આવા છોડવા પાસે જવાથી, રોગીઓને સાજા કરી શકવાની શક્યતા છે. અમેરિકન મેડિકલ એસોસિયેશનને આ બાબતમાં એમણે આ સૂચન કર્યું છે. દરેક છોડ પાસે પોતપોતાની આગવી પ્રાણઊર્જાની વિશેષતા છે. દાખલા તરીકે લાલ ગુલાબ, ક્રોધી માણસો માટે ઘણા ગુણકારક છે. પંડિત નહેરુને કદાચ એટલા માટે જ લાલ ગુલાબગમતાં. બેકસ્ટર કહે છે કે લાલ ગુલાબ ક્રોધનું શમન કરે છે. ગુલાબનો છોડ અક્રોધી ધારણા ચારે બાજુ ફેલાવે છે. ગુલાબના છોડનું પોતાનું આભામંડળ ક્રોધ શમાવે છે. છોડવાઓ પાસે પણ હૃદય છે. તે અશિક્ષિત ભલે હોય, પરંતુ એમની પાસે હૃદય છે. માનવી જેટલો શિક્ષિત થતો જાય છે તેટલો પોતાનું હૃદય ગુમાવતો જાય છે. મંગળની ધારણા હૃદયને જન્મ આપવાનું કામ કરે છે. આપણે એટલાકમર છીએ કે અમંગળની ધારણા આપણા માટે સહજ બની ગઈ છે. અરિહંત પર પણ મંગળની ધારણા આપણે કરી શકીએ તો એક ચમત્કાર લેખાય. ‘પત્થર મંગળ છે એમ કહેવું કઠણ છે, ‘દુશ્મન મંગળ છે” એમ કહેવું તો અતિશય કઠણ છે. મહાવીર આપણને સારી રીતે જાણે છે. એટલે જે શ્રેષ્ઠતમ છે તે મંગળ છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને જેઓએ જાણ્યું છે તેમના દ્વારા સમજાવાયેલો, પ્રરૂપિત, ધર્મ મંગળ છે એમ કહ્યું. જૈન પરંપરામાં ધર્મશબ્દનો અર્થ શું છે? જૈન પરંપરામાં ધર્મ શબ્દનો અર્થ અંગ્રેજીના ‘religion' શબ્દ કે ઉર્દૂના મઝહબ શબ્દ જેવો નથી. જેવો ‘હિંદુ ધર્મનો અર્થ છે તેવો પણ નથી. જૈન પરંપરામાં ‘ધર્મ' નો અર્થ વિશિષ્ટ છે. જૈનદષ્ટિને એ એક નવું પરિમાણ બક્ષે છે, નવા પરિમાણમાં ફેલાવે છે. “મઝહબ” નો અર્થ તો છે એક મત, એક પંથ, એક creed. અંગ્રેજીના religion શબ્દનો અર્થ લગભગ ‘યોગ શબ્દના અર્થ એવો થાય છે. Religion શબ્દનું મૂળ Religair છે, જેનો અર્થ છે જોડવું તે વ્યક્તિને પરમાત્મા સાથે જેવી તેનું નામધર્મ. યોગનો અર્થ પણ થાય છે માનવીને પરમાત્મા સાથે જોડવો યુક્ત કરવો તે. પરંતુ જૈન ચિંતનમાં પરમાત્માનું કોઈ સ્થાન નથી. એટલે તમને જાણીને આશ્ચર્ય થશે કે જૈન ‘યોગ’ શબ્દને બહુ આદર નથી આપતા. જેન કહે છે કેવલી અયોગી હોય છે. યોગી નહી. કેટલાક સમજ વિનાના જૈન ભૂલકરે છે, જ્યારે તેઓ મહાવીરને ‘મહાયોગી કહે છે. ત્યારે જૈન પરંપરાના ‘અયોગી’ શબ્દના અર્થનું એમને ભાન નથી. મહાવીર કહે છે, કોઇની સાથે જોડાવાનું નથી, જે ખોટું છે, ગલત છે, તેનાથી તૂટવાનું છે. અલગ થવાનું છે. “અયોગ એટલે સંસારથી અયોગ,
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy