SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ એમનાં પુસ્તકો લખાયેલાં નથી પણ પાંત્રીસ વર્ષથી પણ વધારે સમય સુધી એમના દ્વારા અપાયેલાં તત્કાલ પ્રવચનોનાં ધ્વનિમુદ્રણથી અભિલિખિત છે. લંડનના ‘સન્ડે ટાઇમ્સે’ ઓશોને વીસમી સદીના એક હજાર નિર્માતાઓમાંના એક ગણાવ્યા છે. જ્યારે ભારતના ‘સન્ડે મિડ-ડે’એ એમને ગાંધી, નેહરુ તથા બુદ્ધ સહિતની દસ વિભૂતિઓમાં સ્થાન આપ્યું છે, જેમણે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું. ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન રિસૉર્ટ ઓશો મેડિટેશન રિસૉર્ટનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું કે લોકો જીવવાની નવી ક્લાનો સીધો અનુભવ લઇ શકે-વધારે સભાનતાપૂર્વક, હાસ્ય તથા આરામ સાથે. પ્રસ્તુત રિસૉર્ટ ભારતના મુંબઇ શહેરથી સો માઇલ દક્ષિણ-પૂર્વમાં પૂનાના કોરેગાંવ પાર્કમાં વૃક્ષોથી ભર્યા ભર્યા ચાલીસ એકર આવાસીય ક્ષેત્રમાં આવેલો છે. રિસૉર્ટ અનેક દેશોમાંથી દર વર્ષે આવતા હજારો લોકોને માટે ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યક્રમો પ્રસ્તુત કરે છે. મેડિટેશન રિસૉર્ટમાં મલ્ટિવર્સટી કાર્યક્રમ; પ્રસિદ્ધ ઝેન ઉદ્યાન, ઓશો તીર્થની બાજુના પિરામિડ પરિસરમાં યોજાય છે. આ કાર્યક્રમ વ્યક્તિગત રૂપાંતરણ માટે તેમજ લોકોને જીવવાની અભિનવ કલા શીખવવાના ઉદ્દેશથી તૈયાર કરાયા છે – એક એવી જાગ્રત અવસ્થા, જેને તેઓ પોતાના દૈનિક જીવનમાં ઉતારી શકે. આત્મખોજ સત્ર, સેશન, કોર્સ તેજમ બીજી ધ્યાન પ્રક્રિયાઓ આખું વર્ષ ચાલે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે, એક સુંદર વ્યવસ્થાની સગવડ છે જેમાં ઝેન પ્રક્રિયાની સાથે રમત તેમજ મનોરંજનનો અનુભવ લઇ શકાય છે. મુખ્ય ધ્યાન સભાગારમાં સવારના છ વાગ્યાધથી રાત્રીના અગિયાર વાગ્યા સુધી દરરોજ ગતિશીલ તથા સક્રિય ધ્યાન વિધિઓ થાય છે જેમાં રોજ સંધ્યા ધ્યાન પણ સમાવિષ્ટ છે. રાત્રે રિસૉર્ટનું બહુ - સાંસ્કૃતિક જીવન પણ ખીલી ઊઠે છે – મિત્રોથી ભર્યા ખુલ્લા ગગનની નીચે ભોજન-સ્થળ અને પ્રાયઃસંગીત અને નૃત્યની સાથે. સ્વસ્થ અને શુદ્ધ પીવાના પાણી માટે રિસૉર્ટની પોતાની વ્યવસ્થા છે અને અહીં પીરસાયેલા ભોજનમાં રિસૉર્ટના પોતાના ફાર્મમાં ઉગાડેલાં શાકભાજીઓ ઉપયોગમાં લેવાય છે. મેડિટેશન રિસૉર્ટની ઑન લાઇન ટૂર, યાત્રા તેમજ કાર્યક્રમોની જાણકારી www.osho.com ઉપરથી પ્રાપ્ત કરી શકાય છે. આ જુદી જુદી ભાષાઓમાં સવિસ્તર આપેલી વેબ સાઇટ છે, જેમાં છે-એક ઑન લાઇન પત્રિકા, ઑડિયો તથા વિડિયો વેલકાસ્ટિંગ, ઓડિયો બુક ક્લબ, ઓશો પ્રવચનોના સંપૂર્ણ અંગ્રેજી તથા હિન્દી અભિલેખ દ્વારા વિકસિત કરેલાં સક્રિય ધ્યાનોની જાણકારી જે મોટે ભાગે વિડિયો પ્રદર્શનની સાથે છે. વિશેષ માહિતી માટે સંપર્ક કરો : ઓશો કૉમ્યુન ઇન્ટરનેશનલ ૧૭, કોરેગાંવ પાર્ક, પુણે-૪૧૧૦૧૧ (મહારાષ્ટ્ર) ફોન : ૦૨૯-૪૦૧૯૯૯૯; ફેક્સ : ૦૨૦-૪૦૧૯૯૯૦ E-mail : visitor@osho.net / website : www.osho.com
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy