SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ નવકાર મંત્ર ચરણો પરમાત્માનાં છે કે નહીં એ સવાલ નથી, શીશ ઝૂકી રહ્યું છે કે નહીં એ સવાલ છે. ચરણ તો નિમિત્ત છે. કોઈ મૂકવા માટેની વ્યવસ્થા છે. ખરી વાત એ છે કે ઝૂકવામાં જ પીડા છે. જે કોઈ આપણને ઝૂકાવે, તેના પ્રતિ ક્રોધ આવે છે. કોઈના પણ ચરણમાં મૂકવાની મજબૂરી ક્રોધ પેદા કરે છે, પછી ભલે તે મહાવીર હોય કે બુદ્ધ હોય, પરંતુ જે મહાવીર આપણાં ચરણોમાં ઝૂકી જાય તો આપણું ચિત્ત પ્રસન્ન થઈ જાય. આવું બને તો આપણે પછી મહાવીરને પત્થર શું કામ મારીએ, એના કાનમાં ખીલા શું કામ ઠોકીએ? પરંતુ મહાવીર જે તમારા ચરણમાં મૂકશે તો તમને કોઈ લાભ નહીં થાય, ઊલટું નુકસાન થશે. તમારો અહંકાર વધી જશે અને તમે વધારે અક્કડ ચાલવા લાગશો. મહાવીરે એમના સાધુઓને સલાહ આપી છે કે એમણે જે કોઈ સાધુન હોય તેને નમસ્કાર નકરવા. બહુ આશ્ચર્ય ઊપજાવે એવી આ સલાહ છે. સાધુ તો વિનમ્ર હોય. એટલો નિરહંકારી કે બધાંનાં ચરણોમાં શિર ઝુકાવી શકે. તો ગૃહસ્થ અને સાધુન હોય તેવાને નમસ્કાર નકરવાની આ વાત ઠીક નથી લાગતી. પરંતુ આ સલાહમાં મહાવીરની કરુણા છે તમારા પર. સાધુતમને નમસ્કાર કરશે તો તમારાં અહંકાર અને અસ્મિતા વધારે મજબૂત થશે. સાધુઓનું તો લક્ષણ જ એ છે કે એનું માથું બધાં ચરણોમાં ઝૂકે. પરંતુ એ તમારી આધ્યાત્મિક પ્રગતિમાં નિમિત્ત બનવા ચાહે છે. પરંતુ કોઈ સાધુ આગ્રહપૂર્વક તમને એનાં પોતાનાં ચરણોમાં મૂકવવાની કોશિશ કરે તો માનજે કે એ સાધુ આત્મહત્યા તરફ જઈ રહ્યો છે. એનર્કનો રસ્તો છે. આમ છતાં નર્ક તરફ જનાર વ્યક્તિ પણ તમને સ્વર્ગ તરફ ઈશારો કરવામાં નિમિત્ત બને, તમને મૂકવામાં સહાય કરે તો એમાં તમારું ભલું છે. પરંતુ આપણે જ્યાં જઈ રહ્યા છીએ તેની ચિંતા આપણે કરતા નથી, બીજા ક્યાં જઈ રહ્યા છે તેની ચિંતા કરીએ છીએ. નમોકાર-નમનનું સૂત્ર છે. જેઓએ કાંઈક જાણ્યું છે, મેળવ્યું છે, જેઓ જીવનનાં અંતરતમ ગૂઢ રહસ્યોથી પરિચિત થયા છે, જેમણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે આ ભૌતિક શરીરની પાર શું છે તે જાણ્યું છે, તેવી આ જગત સમસ્તની પાંચ પ્રકારની વ્યક્તિઓનાં ચરણોમાં નમન કરવાનું સૂત્ર છે. જગતસમસ્તમાં એટલે સમય અને ક્ષેત્ર બન્નેમાં, જે ગઈ કાલે હતા અને આવતી કાલે પણ હશે એવા સવ્ય લોએ સાણં.” સર્વલોકમાં વસતા સાધુઓને નમન. આ નમસ્કાર કરતાં આવડશે તો મહાવીરની વાણીને સમજવામાં સરળતા થશે. આ નમન પછી તમારી ઝોળી ખૂલશે અને એમાં મહાવીરની સંપત્તિ પ્રવેશ પામશે. નમન છે એક ગ્રહણશીલતા (receptivity). જેવા તમે નમન કરો છો કે તમારું હૃદય ખૂલે છે અને તેમાં તમે કોઈને પ્રવેશ આપવા તૈયાર થાવ છો. કારણકે જેના ચરણોમાં તમે ઝૂકી ગયા એને તમારામાં પ્રવેશવા દેવામાં તમે અડચણ ઊભી નહીં કરો, બલકે આમંત્રણ આપશો, તમારા દરવાજા ખુલ્લા મૂકી દેશો. પરંતુ જો તમારી શ્રદ્ધા નહીં હોય તો નમન અસંભવ બની જશે. નમન સાથે તમારી સમજનો જન્મ છે.
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy