________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૬૭
હતો. એ પેટીમાં એ કોઇ વ્યક્તિને સૂવડાવી દે અને એ વ્યક્તિ થોડા વખત સુધી, એમાં સૂતાં સૂતાં કામવાસનાને લગતા વિચારો ર્યા જ કરે, તો એ પેટીમાં કામવાસનાની શક્તિ એકત્રિત થઇ જતી. પરંતુ એ કામવાસનાની શક્તિ એમાં સંગ્રહિત થઇ છે એનું વૈજ્ઞાનિક પ્રમાણ શું ? તો એ કહેતો એ પેટીમાં બીજા કોઇ માણસને તમે સુવડાવી દો, જેને એ પેટી વિશે કાંઇ માહિતી નથી, તો એક મિનિટ પછી એ માણસના મગજમાં કામવાસનાના વિચારો શરૂ થઇ જશે. આ એક જ પ્રમાણ છે, શક્તિ સંગ્રહિત થઇ શકે છે તેનું. પરંતુ બીજા વૈજ્ઞાનિકો આ બાબતને માનતા ન હતા. બીજા વૈજ્ઞાનિકો કહેતા કે જે માણસને તમે એ પેટીમાં સૂવડાવો છો તે માણસ કાંઇ ભ્રમમાં હોઇ શકે અથવા એ માણસની કામવાસનાના વિચારો કરવાની આદત પણ હોઇ શકે. પરંતુ વિલ્હેમ રેક કહેતો કે જે વિષય પર તમે વિચારો કરતા હો, જે વિષય તરફ તમારું સંપૂર્ણ ધ્યાન હોય તે વિચારોની શક્તિ એ પેટીમાં સંગ્રહિત થઇ જાય છે. કેટલાક લોકોને માનસિક રીતે એવો પાકો ખ્યાલ બંધાઇ ગયો હોય છે કે તેઓ નપુસંક થઇ ગયા છે, એમાંના એક માણસને અગાઉથી એ પેટીમાં જ્યાં કોઇ બીજી વ્યક્તિની કામવાસનાની શક્તિ સંગ્રહિત કરી રાખી હોય તેમાં સુવડાવવામાં આવે તો એ માણસના મનમાંથી નપુસંકતાનો ખ્યાલ ઓછો થઇ જાય, અને તે કામોપભોગમાં ઊતરી શકે. પોતે બનાવેલા યંત્રમાં, કોઇ પણ બાબતમાં, તમે આપેલા ધ્યાનની શક્તિ એકઠી થઇ શકે છે. એવો પાવલિટાનો દાવો હતો.
તમને કદાચ ખ્યાલ નહીં હોય કે જ્યારે તમારી તરફ લોકો ધ્યાન આપે છે, ત્યારે તમે સ્વસ્થતાનો અનુભવ કરો છો અને જ્યારે તમારી તરફ કોઇ ધ્યાન ન આપે ત્યારે તમે અસ્વસ્થ બની જાઓ છો. એટલે ઘણી વાર એવું બને છે કે જ્યારે લોકો તમારી તરફ ધ્યાન આપે એવી તમારી તીવ્ર ઇચ્છા થઇ જાય, ત્યારે તમે બીમાર પડી જાવ છો. બાળકો તો આવું વારંવાર કરતા હોય છે. તમારી ઘણી બીમારીઓ ધ્યાનની આકાંક્ષામાંથી પેદા થાય છે. કારણકે તમે બીમાર ન પડો ત્યાં સુધી તમારા તરફ કોઇ ધ્યાન આપતું નથી. પત્ની બીમાર પડે તો પતિ એના કપાળ પર હાથ મૂકે છે, નહિ તો એની સામે જોતો પણ નથી. આ રહસ્ય પત્નીના અચેતનમાં ઊંડે છુપાયેલું છે ? પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે એ બિમાર હોવાની ફરિયાદ કરે છે. ખરેખર દેખાડે છે, એટલી કોઇ સ્ત્રી બીમાર હોતી નથી. પતિ એના ઓરડામાં હાજર હોય ત્યારે જેટલી ખાંસતી-કણસતી હોય છે, એટલી પતિ ઓરડામાં ન હોય ત્યારે ખાંસતીકણસતી નથી. શું કારણ હશે ? બાળકો આ યુક્તિ જલદી શીખી જાય છે. એ જ્યારે બીમાર હોય ત્યારે આખા કુટુંબનું ધ્યાન એમના પર હોય છે. એટલે ધ્યાન આકર્ષિત કરવા બીમાર થવું એમને ગમે છે. પરિણામે બાળકો બીમારીના ઢોંગ કરતાં શીખી જાય છે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે કોઇ બીમાર હોય ત્યારે જરૂરતથી વધારે ધ્યાન એના પર ન આપવામાં ઔચિત્ય છે. નહીં તો બીમારીનો ઢોંગ કરવા માટે તમે એમને ઉત્તેજન આપશો. બીમારની સેવા