SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સંયમની વિધાયક દ્રષ્ટી જશે. જેવું આ બનશે કે ભૌતિક ઈન્દ્રીયોનું જગત ફિ પડી જશે. એક-બે બીજી વાતો સંયમ વિષે સમજી લઈએ. કાલે આપણે તપની વાત શરૂ કરવાની છે. માણસ, ભૂલો પણ એકની એક ર્યા કરે છે, જૂનીપૂરાણી ભૂલો ફરી ફરી કરે છે. જડતાનું એનાથી વધુ મોટું પ્રમાણ શું હોઈ શકે ? તમારી જિંદગીમાં પાછા વળી તમે તમારી ભૂલોની ગણતરી કરો તો બહુ બહુ તો દસબાર ભૂલોથી વધારે નહી ગણાવી શકો. હા એની એ જ ફરી ફરી કરી હશે. લાગે છે કે અનુભવમાંથી આપણે કાંઈ શીખતા નથી, પરંતુ જે અનુભવથી નહીં શીખે, તે ‘સંયમંમાં પ્રવેશ નહી કરી શકે. સંયમમાં પ્રવેશનો અર્થ એ છે કે અનુભવથી જાણ્યું કે અસંયમ ખોટો હતો કે અસંયમ એક દુઃખ હતું. અનુભવે બતાવ્યું કે અસંયમ માત્ર પીડા હતી, નર્ક હતું, પરંતુ આપણે તો અનુભવમાંથી કાંઈ શીખતા નથી. તમને મુલ્લા નસરૂદીનની એક વાત આ સંદર્ભમાં કહ્યું. મુલ્લાની ઉંમર સાઠ વર્ષની થઈ ગઈ છે. એક સાંજે મિત્રો સાથે કોફી હાઉસમાં બેસીને મુલ્લાગપ્પાં મારતો હતો. ગપ્પાં મારતાં મારતાં જાતજાતની વાતોમાંથી વાત નીકળી. એક મિત્રે મુલ્લાને પૂછ્યું, નસરૂદ્દીન, તારી જિંદગીમાં કોઈ એવો પ્રસંગ બન્યો છે કે જ્યારે તારે શરમાવું પડ્યું હોય અને તું પરેશાન થઈ ગયો હોય ?’ બેઠેલા બધા મિત્રો ઘરડા હતા. નસરૂદીન જેટલા જ. પ્રશ્ન પૂછનારે ફરી પૂછ્યું ‘એવી કોઈ કઢંગી હાલતમાં મૂકાયો હોય, એવું બન્યું છે ?’ મુલ્લાએ કહ્યું, ‘બધાની જિંદગીમાં એવું બને છે, પરંતુ પહેલાં તું તારી જિંદગીની વાત કર, પછી હું મારી વાત કરું !' પછી બધા બુટ્ટાઓએ, પોતપોતાની જિંદગીમાં એવી ક્ષણો આવી હતી, કે જેમાં તેઓ કઢંગી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો જડતો નહતો, તેનું વર્ણન કર્યું. કોઈએ ચોરી કરી હતી અને માલ સાથે પકડાઈ ગયો હતો. કોઈ જૂઠું બોલ્યો હતો અને એનું જૂઠાણું એકદમ નગ્નપણે પકડાઈ ગયું હતું. પછી નસરૂદીને કહ્યું, ‘મને પણ યાદ છે, ઘરની નોકરાણી સ્નાન કરી રહી હતી, અને હું દરવાજાની ચાવીના છેદમાંથી જોઈ રહ્યો હતો. ત્યાં અચાનક મારી માએ મને પકડ્યો ત્યારે મારી એવી ખરાબ હાલત થઈ ગઈ હતી...” બીજા બુદ્દાઓ હસ્યા. કોઈએ આંખ મારી. એકે કહ્યું, ‘એમાં કાંઈ એટલા પરેશાન થવાની જરૂર નહોતી. બધાની જિંદગીમાં બચપણમાં આવા બનાવો બને છે.' નસરૂદીને કહ્યું, ‘બચપણમાં અરે આતો હજી ગઈ કાલની વાત છે. શું બચપણની વાત કરે છે?' બચપણ પછી બુઢાપામાં, કદાચ ચાલાકી થોડી વધતી હશે, પરંતુ ભૂલો તો એની એ જ થાય છે. હા, બુટ્ટા જરા વધુ હોશિયાર થઈ જાય છે. મોટે ભાગે પકડાતા નથી, એ અલગ વાત છે. બચપણમાં બાળક જલદી પકડાઈ જાય છે. બચપણમાં હજી એટલી ચાલાકી ખીલી હોતી નથી. ભૂલ કરનાર
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy