________________
નમો અરિહંતાણમ્: મંત્ર
બુધ્ધ છ વર્ષ સુધી એ જ કર્યું જે મહાવીર કરી રહયા હતા. પરંતુ એ કર્યા પછી મહાવીરને જે મળ્યું તે બુધ્ધને ન મળ્યું. મહાવીર આનંદથી અભિભૂત થઇ ગયા, બુધ્ધ અત્યંત પીડાને પ્રાપ્ત થયા. મહાવીર શક્તિમાન બની ગયા, બુધ્ધ નિર્બળ બની ગયા. નિરંજના નદીને પાર કરતી વખતે ઉપવાસ કરી કરીને બુધ્ધ એટલા નિર્બળ થઇ ગયા હતા કે કિનારો પકડીને ઉપર ચઢવા જેટલી શક્તિ પણ બચી ન હતી. આ જોઇ બુધ્ધને થયું કે આ વૃક્ષની ડાળ પકડીને ઉપર ચઢી શકું એટલી - શક્તિ પણ જો ન બચી હોય તો આવા ઉપવાસથી શો લાભ? આટલી નદી પાર નથી કરી શકતો, તો આ ભવસાગરને કેવી રીતે પાર કરી શકીશ. આ તો પાગલપણું છે. એટલી બધી નબળાઇ આવી ગઇ હતી કે એમનાં બધાં હાડકાં બહાર દેખાઇ રહયાં હતાં. બુધ્ધનું તે સમયનું કોઇએ દોરેલું ચિત્ર છે તે એવું છે, જે કહેવાતા તપસ્વીઓ કેવી મુસીબતમાં ફસાઇ ગયા છે તે બતાવે છે. એક જૂની તામ્ર પ્રતિમા મળી છે જેમાં બુધ્ધના તે સમયના કૃશ શરીરનું ચિત્રણ છે. બધાં હાડકાં છાતી અને પીઠ પર દેખાઇ રહ્યાં છે. પેટ પીઠ સાથે ચીપકી ગયું છે. આંખો માત્ર જીવંત દેખાય છે. બાકી આખું શરીર સુકાઇ ગયું છે. જાણે શરીરમાંથી લોહીનું અભિસરણ બંધ થઇ ગયું હોય એવું મડદાલ શરીર બની ગયું છે. આવી પરિસ્થિતિમાં નિરંજના નદી પાર કરતાં બુધ્ધને ખ્યાલ આવ્યો કે ઉપવાસ વ્યર્થ છે. પરંતુ જે બુધ્ધ માટે વ્યર્થ લાગ્યું, તે મહાવીરને મહાશક્તિ પ્રદાન કરતું લાગ્યું. ખરેખર તો બુધ્ધને ઉપવાસ કરવાની જેમણે સલાહ આપી હતી તે બધી નિષેધાત્મક હતી. આ છોડો, પેલું છોડો. જે જે એમને છોડવાનું કહેવામાં આવ્યું તે બુધ્ધ છોડયું. ગુરુએ જેવું બતાવ્યું તેવું કર્યું. પરંતુ બધું છોડયા પછી સમજાયું કે બધું છોડયું ખરું, પણ મળ્યું કાંઇ નહીં. બદલામાં આ દીનહીન શરીર રહ્યું. બુધ્ધનો આ માર્ગ ન હતો. બુધ્ધના વ્યક્તિત્વનો ઢાંચો અલગ હતો. એટલે બુધ્ધે બધા પ્રકારના ત્યાગનો જ ત્યાગ કરીને જોઇ લીધું કે કાંઇ મળ્યું નથી અને જ્યારે ત્યાગનો પણ ત્યાગ કર્યો; ભોગનો ત્યાગ કરી દીધો, ત્યારે બુધ્ધને જ્ઞાન થયું.
૧૪૩
મહાવીરની અને બુદ્ધની પ્રક્રિયા તદ્દન ઊલટી છે, એટલે એક જ સમયમાં બન્ને જીવ્યા છતાં બન્નેની પરંપરાઓ જુદી પડી ગઇ. બુદ્ધને પણ મળ્યું જે મહાવીરે ત્યાગથી મેળવ્યું, બુદ્ધને ત્યાગથી કાંઇ ન મળ્યું, કારણકે ત્યાગની જે ધારણા બુદ્ધના મનમાં પ્રવેશ કરી ગઇ તે નિષેધાત્મક હતી. એ જ ભૂલ થઇ ગઇ. મહાવીરની ધારણા વિધાયક હતી Positive. જેઓ ત્યાગ દ્વારા નિષેધમાં પ્રવેશી જાય છે, તેઓ ભટકી જશે, દુર્બળ બની જશે, ક્યાંય પહોંચશે નહીં. આત્મબળ તો નહીં જ મળે, શરીર બળ ખતમ થઇ જશે. નિષેધાત્મક મનને કારણે અતીન્દ્રીયનું જગત ખુલશે નહીં, ઇન્દ્રીયોનું ભૌતિક જગત બીમાર થઇ સંકોચાઇ જશે. અંતરધ્વનિ સંભળાશે નહીં, કાન બહેરા બની જશે. આંતરદશ્ય દેખાશે નહીં, આંખો ધૂંધળી બની જશે. આન્તરસ્પર્શનો તો કોઇ ખ્યાલ નહીં આવે, હાથ એવા જડ થઇ જશે, જે બહારનો સ્પર્શ પણ નહીં અનુભવી શકે.
નિષેધમાં આવી ભૂલ થઇ જાય છે. પરંપરા કેવળ નિષેધ શીખવે છે. આપણે જે જે ચીજો પકડીએ છીએ, જેનો પરિગ્રહ કરીએ છીએ, તે તે ચીજો છોડી હોય, એવું પરંપરાને દેખાય છે. જે મળ્યું છે