________________
નમો અરિહંતાણમ્: મંત્ર
વૈજ્ઞાનિકો અભ્યાસ કરતા હતા, તેઓ પણ પોતાની આંખથી, કપડા પાછળ લખાયેલું વાંચી શકતા નથી.
૧૪૧
વાસિલિયેવ નામે વૈજ્ઞાનિક પ્રયોગ કરતો હતો એને ખ્યાલ આવ્યો કે એક વ્યક્તિમાં જો આવી આંતરિક શક્તિ પેદા થઇ હોય, તો તેવી જ શક્તિ, કોઇને કોઇ રસ્તે, કોઇને કોઇ રૂપમાં દરેક માનવીમાં પેદા થવાની સંભાવના છે. પછી એણે બીજાં બાળકોને આ બાબતમાં પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું. અંધ વિદ્યાર્થીઓની એક શાળામાંથી એણે વીસ બાળકો પસંદ કર્યાં અને તેમના પર બે વર્ષ સુધી પ્રયોગ કર્યા. વાસિલિયેવ એ જોઇ ચકિત થઇ ગયો કે વીસમાંથી સત્તર બાળકો હાથ વડે અભ્યાસ કરવામાં સફળ થયાં. એના કહેવા મુજબ ૯૭ ટકા મનુષ્યોમાં, હાથ વડે વાંચી શકવાની સંભાવના છે. બાકી જે ત્રણ ટકા ન કરી શક્યા, તેઓ માટે એમ કહી શકાય કે એમના હાથ પણ આંધળા છે. સંવેદન શૂન્ય છે. એમના હાથનાં યંત્રમાં કાંઈક ખરાબી હોઇ શકે. જ્યારે આ સમાચાર વર્તમાનપત્રમાં છપાયા ત્યારે લોકોએ પોતાના અંધ બાળકો પર પ્રયોગ કરવાનું શરૂ કર્યું. તે પછી મોસ્કો યુનિવર્સિટીની આસપાસમાંથી, અમુક અમુક અંધ બાળકોએ હાથ વડે વાંચી બતાવ્યું છે.
હાથ કેવી રીતે વાંચી શકે ? હાથ પાસે કોઇ આંખ તો છે જ નહીં, હાથ માત્ર સ્પર્શથી જ વાંચી શકે, એના પર ચાદર ઢંકાય તોપણ વાંચી શકે તો એનો અર્થ કે આ શક્તિ હાથની નથી, પરંતુ અતીન્દ્રીય શક્તિ ‘Parapsychic-પેરાસાઇકિક નું આ કામ છે. એ છોકરી સાથે પછી પગ મારફત વાંચવાની કોશિશ કરવા માટે પ્રયોગ થયા. બે મહિના પછી એ છોકરી પગથી પણ વાંચવા લાગી. દીવાલની બીજી બાજુ લખાયેલું લખાણ એ છોકરી વાંચી શકતી હતી. એ શક્તિ એટલી બધી ખીલી કે માઇલો દૂર ઉઘાડી રાખેલી ચોપડી પોતે બેઠી હોય ત્યાંથી વાંચવા લાગી. હવે તો સ્પર્શની વાતનો જ છેદ ઉડી ગયો ! વાસિલિયેવે છેવટે કહ્યું કે આપણે જેટલી શક્તિઓ વિષે જાણીએ છીએ, તેથી તદ્દન જુદી જ કોઇ શક્તિ કામ કરી રહી છે.
યોગ હંમેશા આવી અતીન્દ્રીય શક્તિઓની વાત કરે છે. મહાવીરની જે સંયમની પ્રક્રિયા છે તેમાં આ અતીન્દ્રીય શક્તિને જગાડવાનો પ્રયત્ન છે. જેમજેમ આ શક્તિ ખીલતી જાય છે તેમ તેમ સ્થૂળ ઇન્દ્રીયો ફિક્કી પડતી જાય છે. આપણે કોઇ નવલકથા વાંચી રહ્યા હોઇએ અને અચાનક ટેલિવિઝન પર એ નવલકથા બતાવાતી હોય, તો નવલકથાનું પુસ્તક તમે બંધ કરી દેશો. એ નવલકથાનું પુસ્તક ફીક્કું થઇ ગયું. કથા એની એ જ છે, પરંતુ વધારે જીવંત માધ્યમ તમારી સામે આવી ગયું. હવે વધુ લાંબો સમય પુસ્તકોનું ચલણ ટકશે નહીં. પુસ્તક ખોવાઇ જશે અને એનું સ્થાન ટેલિવિઝન ને સિનેમા લઇ લેશે. જે શિક્ષણ ટેલિવિઝન મારફત આપી શકાશે તેમાટે હવે પુસ્તક વધુ સમય કામ નહીં આપી શકે. જાણે પુસ્તક મડદાલ અને ફિક્કું થઇ ગયું !