________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૩૯
ઈન્દ્રીયોને કારણે કોઈ ભટકતું નથી, પરંતુ ઈન્દ્રીયોના રસ્તાને તોડવાને કારણે ભટકી જવાય છે. લોકો મારી પાસે આવી ફરિયાદ કરે છે : “અમને બીજી કોઈ તકલીફ નથી, પરંતુ આ જીભનો સ્વાદ અમને પરેશાન કરે છે. આ સ્વાદથી કોઈ રીતે છુટકારો અપાવો’-એ ફરિયાદીને ખબર નથી કે જે ઈન્દ્રીય એને પરેશાન કરે છે એ જ ઈન્દ્રીય એને માટે પાછા ફરવાનો માર્ગ છે. આને હું કહું છું સંયમની વિધાયક દષ્ટિ. આ બાબતને એક બીજા દષ્ટિકોણથી સમજવા જેવી છે. આપણી પાસે જેટલી ઇન્દ્રીયો છે તેનું એક પ્રગટ રૂપ હોય છે જેને આપણે ‘બહિર ઈન્દ્રીય’ કહીએ છીએ. મહાવીરે આત્માની ત્રણ સ્થિતિઓનું વર્ણન ક્યું છે : એક બહિરાત્મા, જે બધી ઈન્દ્રીયોનો બહારની તરફ ઉપયોગ કરે છે, બીજે અંતરાત્મા, જે ઈન્દ્રીયોનો ભીતરમાં ઉપયોગ કરે છે અને ત્રીજાને મહાવીર પરમાત્મા કહે છે, જેનું બહાર અને અંદર એવું વિભાજન મટી ગયું છે, જેને માટે બહાર અંદર જવાની ક્રિયા બચી જ નથી. જે બહાર પણ જતો નથી અને અંદર પણ જતો નથી. એ છે પરમાત્મા, પોતાના સ્વભાવમાં પૂર્ણતયા પ્રતિષ્ઠિત. ઈન્દ્રીયોનું બહારનું રૂપ છે તે આપણને પદાર્થ સાથે જોડે છે. જે જગ્યાએ ઇન્દ્રીય આપણને પદાર્થ સાથે જોડે છે, તે જગ્યાએ ઈન્દ્રીયનું જે રૂપ પ્રગટ થાય છે તે અત્યંત સ્થળ હોય છે, પરંતુ એજ ઈન્દ્રીયો આપણને સ્વયં સાથે પણ જોડે છે. દાખલા તરીકે, જે હું મારો હાથ લંબાવીને તમારો હાથ પકડી લઉં, તો મારો હાથ મને બે જગ્યાએ જોડે છે. એક તો મને તમારા હાથ સાથે જોડે છે અને બીજી બાજુ મારો હાથ મને મારી સાથે જોડે છે. ધ્યાન રાખો કે જ્યાં મારો હાથ તમારી સાથે જોડે છે ત્યાં તમારું શરીર છે, પરંતુ જ્યાં મારો હાથ મને મારી સાથે જોડે છે. ત્યાં મારો આત્મા છે. ઇન્દ્રીયો જ્યારે બહારની તરફ જોડે છે ત્યારે પદાર્થ સાથે જોડે છે, જ્યારે ભીતરની તરફ જોડે છે ત્યારે આપણી ચેતના સાથે જોડે છે. ઈન્દ્રીયોનું બહુ સ્થૂળ સ્વરૂપ જ બહાર પ્રગટ થાય છે, કારણકે જે હાથની ક્ષમતા મને મારા આત્મા સાથે જોડવાની છે, તે બહાર કેવળ શરીર સાથે જ કે અન્ય કોઈ પદાર્થ સાથે જ જોડી શકે છે. ઈન્દ્રીયોની બહારની ક્ષમતા, અત્યંત દીન અને નબળી છે. મારા ચૈતન્ય સભર આત્મા સાથે જોડવાની પણ એમની ક્ષમતા છે. જ્યારે હું મારા હાથને ઉપર ઊઠવાનું કહું ત્યારે એ ઉપર ઊઠે છે. મારો સંકલ્પ મારા હાથ સાથે ક્યાંક જોડાયેલો છે. હું હાથને ઉપર ઊઠવાની ના પાડું તો એ નહીં ઊઠે. એ બતાવે છે કે મારો સંકલ્પ મારા હાથ સાથે ક્યાંક જોડાયેલો છે. અત્યંત આશ્ચર્ય ઉપજાવે એવી વાત છે કે શરીર છે પદાર્થ અને સંકલ્પ છે ચેતના. ચેતના અને પદાર્થ કેવી રીતે જોડાતા હશે ? જોડાણ ખરેખર અત્યંત અદ્રશ્ય હોવું જોઈએ! બહાર તો મારો